- Education
- પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈ વિદ્યાર્થી જાણી જોઈને ટેબલેટ સબમિટ નહીં કરાવે તો બોર્ડ તરફથી તેનું પરિણામ રોકી શકાય છે. જો કોઈક રીતે પરિણામ જાહેર થશે તો પણ શાળામાં ટેબલેટ જમા કરાવ્યા બાદ જ વિદ્યાર્થીને SLC, DMC અને કેરેક્ટર સર્ટિફિકેટ મળશે. વિદ્યાર્થીઓએ ટેબલેટ સાથે ચાર્જર, સિમ અને અન્ય એસેસરિઝ પણ જમા કરાવવાની રહેશે. શાળાઓના ક્લાસ ઈન્ચાર્જને ટેબલેટ જમા કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. શાળાઓએ પરત કરાયેલા બધા ટેબલેટનો રેકોર્ડ રાખવાનો રહેશે. આ સિવાય વિદ્યાર્થીઓના ડેટા ઓનલાઈન કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.

ઈ-લર્નિંગ યોજના હેઠળ જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 9 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને ટેબલેટ અને સિમ આપવામાં આવ્યા છે. શૈક્ષણિક સત્ર 2024-25 લગભગ સમાપ્ત થઈ ગયું છે. બોર્ડ અને વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. આ દરમિયાન, શિક્ષણ નિયામકે ટેબલેટ જમા કરવા અંગે પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા જાહેર કરી છે. ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થી જે પહેલાથી ભણી રહેલી શાળાઓમાં અભ્યાસ ચાલુ રાખવા માગે છે, તેમની પાસેથી ટેબલેટ લેવામાં નહીં આવે.

તો ધોરણ 10ના વિદ્યાર્થીઓએ અંતિમ પરીક્ષાના 5 દિવસમાં ટેબલેટ અને સિમ જમા કરાવવાના રહેશે. જો વિદ્યાર્થીઓ તેમની અગાઉની શાળામાં પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માગતા હોય, તો તેમને ટેબલેટ જમા કરાવવાની જરૂરિયાત નથી. ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ટેબલેટ અને સિમ જમા કરાવવાના રહેશે. સિમ 5 દિવસમાં નિષ્ક્રિય થઈ જશે. જિલ્લા શિક્ષણાધિકારી ઇન્દુ બોકને જણાવ્યું કે, શિક્ષણ નિયામક ટેબલેટના સંબંધમાં આદેશો આપવામાં આવ્યા છે. બધી શાળાના આચાર્યોને તેની બાબતે સૂચિત કરી દેવામાં આવ્યા છે.બધા વિદ્યાર્થી સમય પર ટેબલે જમા કરાવે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
Related Posts
Top News
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું
સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?
Opinion
31.jpg)