- Food
- એશિયન ફૂડનો સ્વાદ સુરતમાં માણી શકાશે
એશિયન ફૂડનો સ્વાદ સુરતમાં માણી શકાશે

એશિયન ફૂડ સર્વ કરતી મુરાકામી એન્ડ કું. રેસ્ટોરન્ટનો ઉમેરો થયો છે. ઉધના મગદલ્લા રોડ ખાતે વેનેઝિઓનો બિઝનેસ ખાતે રેસ્ટોરન્ટનું ઇનોગ્રેશન થયું છે. આ પ્રસંગે મુરાકામી એન્ડ કું. રેસ્ટોરન્ટના મંથન જોશીએ જણાવ્યું હતું કે મુરાકામી એન્ડ કુ. રેસ્ટોરન્ટ એ પ્રોગેસિવ પેન એશિયન રેસ્ટોરન્ટ છે. જેમાં એશિયન ક્યુઝન એટલે કે જાપાનથી લઈને બર્મા, થાઇલેન્ડ, મલેશિયા, ચાઇના, ઇન્ડિયા, ભૂતનીયન આ સમગ્ર કોસ્ટલ એરિયાનું ફૂડ અને તે પણ પ્યોર વેજ ફૂડ મળશે. વિશેષ બાબત એ છે કે આ તમામ ફૂડ ઓથેંટિક છે અને 57 જેટલી વિવિધ એશિયન વાનગીઓ અહીં ગ્રાહકોને મળશે. સાથે ડેઝર્ટ, મોકટેલ અને કોફી પણ ઉપલબ્ધ છે. આ તમામ વાનગીઓમાં એશિયન સ્વાદ મળશે. મુરાકામી એન્ડ કુ. એટલે મુરાકામીનો અર્થ જોઈએ તો આ નામ જાપાનીઝ રાઈટર હરોકી મુરાકામીના નામથી પ્રેરિત છે. બીજું જોઈએ તો એશિયન પરિવારોમાં આ એક કોમન સરનેમ છે. જેનો મતલબ ગામનો પ્રમુખ એમ થાય છે.
વધુમાં આ રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે આ રેસ્ટોરન્ટ માસ્ટર શેફ અજય ચોપરા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. એટલે કે મેનુથી માંડીને સ્ટાફને તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. માસ્ટર શેફ અજય ચોપરા છેલ્લા 28 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના અનેક રેસ્ટોરન્ટ ડિઝાઇન કર્યા છે. ત્યારે સુરતને એક ફાઈવ સ્ટાર સંપત્તિ આપવા માટે આ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. ખાસ બાબત એ છે કે અહીં જ રો કિચન છે એટલે તમામ વાનગીઓનો મસાલો અહીં જ તૈયાર કરવામાં આવે છે. સ્વચ્છતાના મામલે પણ રેસ્ટોરન્ટ ખાસ ધ્યાન રાખે છે તમામ વાનગીઓ આરઓ પાણીથી જ બનવવામાં આવે છે. ત્યારે અહીં આવનારને ચોક્કસ જ ફાઇવ સ્ટાર ફેસિલિટીનો અનુભવ થશે એ નિશ્ચિત છે.
Related Posts
Top News
ગુજરાતમાં યુવાનો હવે ચાલતી ગાડીમાં જ ડ્રગ્સ અને દારૂની મહેફિલો માણે છે
અઠવાડિયામાં 80-90 કલાક કામ કરવું પડશે, નીતિ આયોગના પૂર્વ CEO અમિતાભ કાંત
'જાતિ ખબર ન પડે તે માટે યુનિફોર્મ પર અટક ન લખો', SPએ આ આદેશ કેમ આપ્યો?
Opinion
27.jpg)