અજમેરા ફેશને પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ 'લિટલ વિંગ્સ' લોન્ચ કરી

સુરત, એપ્રિલ 8: ભારતની અગ્રણી ટેક્સટાઇલ અને એથનિકવેર કંપની અજમેરા ફેશને સુરત સુરાણા 101 ખાતે તેની નવી પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઈઝી બ્રાન્ડ લિટલ વિંગ્સ લોન્ચ કરી હતી. આ પ્રસંગે અજમેરા ગ્રુપના સિનિયર લીડરશીપ અને ખાસ મહેમાનો હાજર રહ્યા હતા.

300થી વધુ આઉટલેટ્સ સાથે પહેલથી ભારતભરમાં સફળ થઈ ચૂકેલી બ્રાન્ડ અજમેરા ટ્રેન્ડસ પછી હવે કંપની બાળકોના ફેશન સેગમેન્ટમાં પ્રવેશ કરી રહી છે. આ નવી બ્રાન્ડની શરૂઆત અજમેરા ફેશનના સ્થાપક અને સીઈઓ અજય અજમેરાની દૂરંદેશીનું પરિણામ છે. તેમણે મહત્વની બાબતને ઓળખી કે ભારતના ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં સાડીઓ, લહેંગા અને મેન્સવેરની ઘણી બ્રાન્ડ્સ છે, ત્યાં કિડ્સવેર સેગમેન્ટમાં બ્રાન્ડેડ અને સંગઠિત વિકલ્પોનો અભાવ છે. આ ગેપ ભરવાના ઉદ્દેશ્ય સાથે લિટલ વિંગ્સ લાવવામાં આવી છે.

લિટલ વિંગ્સ 0 થી 15 વર્ષના બાળકો માટે ફ્રોક્સ, ડેનિમ, એથનિકવેર, ટી-શર્ટ્સ, શોર્ટ્સ, કેઝ્યુઅલ અને પાર્ટીવેર જેવા તમામ કપડાં બજારમાં ઉપલબ્ધ કરાવશે. બ્રાન્ડની વિશેષતા છે કે સુપર સોફ્ટ ફેબ્રિક, સુંદર ડિઝાઇન અને પોસાય તેવી કિંમત. આ ઈવેન્ટમાં અજય અજમેરાએ જણાવ્યું હતું કે, "અમારું મિશન નાના શહેરોમાં રહેતા પરિવારો માટે સારા, આરામદાયક અને મૂલ્યવાન કિડ્સ વેર લાવવાનું છે. અમે આ બ્રાન્ડને ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં લૉન્ચ કરી રહ્યા છીએ, જ્યાં લોકોની અપેક્ષાઓ વધારે છે પરંતુ વિકલ્પો મર્યાદિત છે."

લિટલ વિંગ્સ ફ્રેન્ચાઈઝી ઓન્ડ મોડલ પર કામ કરશે અને ફ્રેન્ચાઈઝી આપવાની પ્રક્રિયા હજી પણ શરૂ છે. બ્રાન્ડનું પ્રારંભિક ધ્યાન નાના શહેરો અને નગરોમાં વિસ્તરણ કરવાનું છે, જ્યાં બાળકોના વસ્ત્રોની માંગ સતત વધી રહી છે.

લોકાર્પણ કાર્યક્રમમાં અજમેરા ફેશનના સી.એફ.ઓ. વિજય અજમેરા, એમડી મોહિત અજમેરા, વીપી તરુણ શર્મા, ફ્રેન્ચાઇઝ હેડ સિદ્ધાર્થ, ફ્રેન્ચાઇઝ મેનેજર રાહુલ, માર્કેટિંગ મેનેજર શાંતનુ અષ્ટિકર અને અન્ય મુખ્ય ટીમના સભ્યો હાજર હતા. આ લોન્ચિંગ અજમેરા ફેશન માટે માત્ર એક નવો અધ્યાય નથી, પરંતુ ભારતના ઉદ્યોગ સાહસિકો માટે પણ એક મોટી તક લઈને આવે છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 27-04-2025 દિવસ: રવિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે, જે લોકો નોકરીમાં છે, તેમને તેમના અધિકારીઓનો સહયોગ મળશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ફેક્ટરીમાં મજૂરી કરતા મા-બાપની પુત્રીએ મહેનત કરીને હાર્વર્ડમાં પ્રવેશ મેળવ્યો

ઝારખંડના દાહુ ગામની સીમા કુમારીની વાર્તા દરેકને પ્રેરણા આપે છે. આ નાના ગામમાં લોકો ખેતી પર નિર્ભર છે અને છોકરીઓ...
Education 
ફેક્ટરીમાં મજૂરી કરતા મા-બાપની પુત્રીએ મહેનત કરીને હાર્વર્ડમાં પ્રવેશ મેળવ્યો

ધોની આવી ટીમ પસંદ જ ન કરી શકે...' રૈના થયો CSK પર ગુસ્સે, લાઈવ શોમાં ઠપકો આપ્યો

શુક્રવારે (25 એપ્રિલ) IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાર પછી, ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ...
Sports 
ધોની આવી ટીમ પસંદ જ ન કરી શકે...' રૈના થયો CSK પર ગુસ્સે, લાઈવ શોમાં ઠપકો આપ્યો

અલ્પેશનો ગણેશ પણ પ્રહાર, કહ્યું- ગોંડલ કોઈના બાપની જાગીર કે પેઢી નથી

ગોંડલ નજીક સુલતાનપુરમાં યોજાયેલી એક જાહેરસભામાં ગણેશ ગંડોલે અલ્પેશ કથિરિયા, એડવોકેટ મેહુલ બોઘરા અને જીગીષા પટેલ સામે નિશાન સાધ્યું...
Politics 
અલ્પેશનો ગણેશ પણ પ્રહાર, કહ્યું- ગોંડલ કોઈના બાપની જાગીર કે પેઢી નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.