- Lifestyle
- કોઇ તમારી લાગણી દુભાવે અને સામે વાળી વ્યક્તિ બે હાથ જોડી માફી માંગે પછી શું?
કોઇ તમારી લાગણી દુભાવે અને સામે વાળી વ્યક્તિ બે હાથ જોડી માફી માંગે પછી શું?

(Utkarsh Patel)
આપણે બે અધ્યાયમાં જીવન જીવતા હોઈએ છીએ. એક કૌટુંબિક જીવન અને બીજું સામાજીક જીવન.
કૌટુંબિક અને સામાજીક બન્નેવ વ્યવસ્થામાં આપણે સૌની માન મર્યાદા જાળવતા હોઈએ છીએ.
ક્યારેક હસવાનું ખસવું થઈ જાય, અને ક્યારેક સહજભાવમાં કઈક એવું પણ ભૂલથી કહેવાય જાય કે કોઈ એક વ્યક્તિની કે સમૂહની/સમાજની લાગણી દુભાઇ જાય.
હવે આવી ઘટના જ્યારે જ્યારે ઘટે ત્યારે લાગણી દુભાઇ હોય એટલે આક્રોશ તો થાય, યોગ્ય પણ હોય શકે પરંતુ જેમના દ્વારા આ ભૂલ થઈ હાય તેઓ વિવેક પૂર્વક સહૃદય ક્ષમાયાચના કરે ત્યારે શું થવું જોઈએ? ચાલો કોઈક યુવા હોય તો મીઠો ઠપકો અપાય પણ ખરો પણ કોઈક વડીલથી ભૂલથી કઈક ભૂલચૂક થઈ જાય અને એ વડીલ નાના મોટા સૌને બે હાથ જોડી ક્ષમાયાચના કરે ત્યારે શું થવું જોઈએ?
આપણે કોઈ પણ પ્રકારનો આક્રોશ કે લાગણીઓને બાજુપર રાખી તટસ્થ રીતે સામાજીક સમન્વય અને વિશ્વાસની લાગણીઓ જળવાઈ રહે તે દૃષ્ટિકોણથી વિચારીએ તો આવા વિષય કે ઘટનાનું સમાધાન શું હોય શકે?
લાગણી એક એવો વિષય છે કે જેના આધાર પર સંસારના બધાજ સબંધો અને સામાજીક વિષયોનો આધાર રહેલો છે.
હું કોણે શું કરવું જોઈએ એવી કોઈજ સલાહ નથી આપી રહ્યો કે કોઈકની લાગણી દુભાય અને કોઈકને સારું લાગે તેવું પણ નથી કહી રહ્યો, હું માત્ર આવી ઘટનાઓનું સમાધાન વિનય વિવેક બુદ્ધિ અને સારા વાતાવરણમાં ચર્ચા થાય એજ સમજાવા પ્રયત્ન કરી રહ્યો છું.
ઘરની વાત ઘરમાજ પૂરી કરી દઈએ તો કેવી લાજ જાળવાઇ જતી હોય છે એવા કેટલાય આપની કિસ્સા આસપાસ હશે અને સમાજની વાત સમાજના ઠરેલ સમજુ વિવેકી વડીલોની સમજ પૂર્વક સુખરૂપ સમાધાન રૂપે પૂરી થઈ હોય તેવાય કેટલાય કિસ્સા આપણી નજર સમક્ષ છે.
સુખેથી ત્યારે જ જીવી શકાશે જ્યારે ઘરમાં કે સમાજમાં આપણે સૌ વિનય વિવેકથી એકમેકને સમજીશું.
ઉમરમાં હું નાનો રહ્યો અને કદાચ મારી સમજપણ ઓછી હોય શકે. મારા ઉપરોક્ત વિષય સમજ અંગેના પ્રયાસને હકારાત્મક ભાવાર્થે લેવા માટે સૌને વ્યક્તિગત વિનમ્ર પ્રાર્થના કરું છું.
ઉત્કર્ષ
( હું અહીં અટક સાથેનું મારું આખું નામ નથી લખી રહ્યો કેમ કે હું સામાજિક હિતમાં સૌનું સારું વિચારી નિષ્પક્ષ ભાવે મારા અંગત વિચાર રજુ કરી રહ્યો છું)
Related Posts
Top News
‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?
કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર
રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’
Opinion
