આ રાજ્યમાં પેટ્રોલ રૂ.18 અને ડીઝલ રૂ.11 પ્રતિ લીટર સસ્તું થયું

સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમત આકાશને આંબી રહી છે. વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવની અસર દરેક લોકોના જીવન પર પડી રહી છે. વ્યાપારથી લઈને સર્વિસ સુધી મોંઘવારીની એક અસર જોવા મળી રહી છે. ટ્રાંસપોટર્સ ભાડું વધારી રહ્યા છે તો ક્યાંય વિરોધ પક્ષ મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના મુદ્દે વિરોધ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પેટ્રોલ ડીઝલના ભાવને લઈને અનેક મિમ્સ પણ બની રહ્યા છે.

પણ આ માહોલ વચ્ચે આપણા દેશમાં એક એવું પણ રાજ્ય છે. જ્યાં પેટ્રોલ રૂ.18 અને ડીઝલ રૂ.11 પ્રતિ લિટર સુધી સસ્તું થયું છે. આ રાજ્યનું નામ છે નાગાલેન્ડ. જેને પોતાના રાજ્યની પ્રજાને રાહત આપવા માટે પેટ્રોલ ડીઝલની કિંમતમાં મોટો કાપ મૂકવાનું એલાન કર્યું છે. પૂર્વોત્તરના આ રાજ્યમાં પેટ્રોલી ડીઝલના ભાવ ઘટાડીને રાજ્ય સરકારે ખરા અર્થમાં રાહત આપી છે. નાગાલેન્ડ સરકારે ભાવ ઘટાડવા માટે પેટ્રોલ ડીઝલ પર લાગતા ટેક્સમાં સારો એવો ઘટાડો કર્યો છે.

નાગાલેન્ડ સરકારે એક મોટું પગલું ભરી પેટ્રોલિયમ પેદાશ તથા મોટર સ્પ્રીટ પર જે ટેક્સ અગાઉ 29.80% લાગતો હતો એમાં કાપ મૂકીને 25% કરી નાંખ્યો છે. આ સિવાય નાગાલેન્ડ સરકારે ડીઝલ માટે ટેક્સના દરમાં 11.08 રૂ.નો ઘટાડો કરી 10.51 રૂ. પ્રતિ લિટર અથવા 17.50%થી ઘટાડી 16.50% પ્રતિ લિટર કરવાનો નિર્ણય લીધો છે. નાગાલેન્ડ ભલે પૂર્વોત્તરનું નાનકડું રાજ્ય હોય પણ સરકારે ભરેલું આ પગલું આવકાર્ય છે. જેનાથી રાજ્યની પ્રજાને ખરા અર્થમાં એક મોટી આર્થિક રાહત થઈ છે. આવું પગલું ભરનાર નાગાલેન્ડ દેશનું પાંચમું રાજ્ય છે.

આ પહેલા પશ્ચિમ બંગાળ, મેઘાલય, રાજસ્થાન અને અસમમાં સરકારે ટેક્સમાં કાપ મૂકીને પેટ્રોલ ડીઝલના ભાવમાં એક મોટી રાહત આપી છે. મંગળવારે નાગાલેન્ડ રાજ્યની સરકારે આ નિર્ણય લીધો હતો. ક્રુડ ઓઈલની કિંમત પર નજર કરવામાં આવે તો ક્રુડ ઓઈલની કિંમતમાં મંગળવારે વધારો થયો હતો.

દિલ્હીમાં બુધવારે પેટ્રોલ રૂ.90.93 અને ડીઝલ રૂ.81.32 સુધી પહોંચ્યું છે. સતત વધારા અંગેની ગણતરી કરવામાં આવે તો પેટ્રોલના ભાવ સતત 13 દિવસ સુધી વધ્યા છે. બુધવારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ.97.34 અને ડીઝલનો ભાવ રૂ.88.44 નોંધાયો છે. દેશના અન્ય મહાનગર કરતા મુંબઈમાં પેટ્રોલ-ડીઝલ ખૂબ મોંઘા છે. આ અંગે અગાઉ પણ નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું હતું કે, આ એક દુવિધાભરી સ્થિતિ છે.

Related Posts

Top News

સતત હાર પછી પણ કોંગ્રેસ કરી રહી છે મોટા પાયે ફેરફારો!, જાણો રાહુલ-ખડગેનો આગળનો પ્લાન

સતત ત્રણ લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ હવે મોટા ફેરફારો તરફ આગળ વધી રહી છે. કોંગ્રેસ જે સૌથી...
National 
સતત હાર પછી પણ કોંગ્રેસ કરી રહી છે મોટા પાયે ફેરફારો!, જાણો રાહુલ-ખડગેનો આગળનો પ્લાન

બકરીનું બચ્ચુ કોનું? પોલીસ સ્ટેશનમાં બકરીનું દૂધ પીવડાવીને કેસનું સમાધાન કરાવ્યું, જાણો આખો મામલો

શનિવારે કાનપુરના કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં સમાધાન દિવસ દરમિયાન એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો. બે સ્ત્રીઓ વચ્ચે બકરીનું બચ્ચું કોનું છે...
National 
બકરીનું બચ્ચુ કોનું? પોલીસ સ્ટેશનમાં બકરીનું દૂધ પીવડાવીને કેસનું સમાધાન કરાવ્યું, જાણો આખો મામલો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-04-2025 દિવસ: સોમવાર મેષ: પૈસા સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે. રાજનીતિમાં સંપર્ક વિસ્તારો વ્યાપક હશે અને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

30 દિવસથી વધુ રોકવાના હોવ તો હમણા જ નીકળી જાઓ, નહીં તો જેલ! ટ્રમ્પ સરકારની ચેતવણી

અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકો માટે નિયમો કડક કરવામાં આવ્યા છે. હવે જો બધા વિદેશી નાગરિકો અમેરિકામાં 30 દિવસથી વધુ સમય...
World 
30 દિવસથી વધુ રોકવાના હોવ તો હમણા જ નીકળી જાઓ, નહીં તો જેલ! ટ્રમ્પ સરકારની ચેતવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.