- National
- બનવા જઈ રહ્યું છે ભારતનું પહેલું 'હિન્દુ ગામ', ધીરેન્દ્ર શાસ્ત્રીએ મૂકી આધારશિલા
બનવા જઈ રહ્યું છે ભારતનું પહેલું 'હિન્દુ ગામ', ધીરેન્દ્ર શાસ્ત્રીએ મૂકી આધારશિલા

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ભારતનું પ્રથમ હિન્દુ ગામ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરે બુધવારે આ ગામની આધારશિલા રાખી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, આ ગામ 2 વર્ષમાં તૈયાર થઈ જશે. બાબા બાગેશ્વરે જણાવ્યું કે, બાગેશ્વર ધામમાં જ 1000 પરિવારોનું આ ગામ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આવો જાણીએ આ હિન્દુગ્રામ બાબતે ખાસ વાતો.

શું છે આખો મામલો?
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પનાને લઇને સતત કાર્ય કરી રહ્યા છે. તેમણે હિન્દુ રાષ્ટ્રધ્વજ જાહેર કર્યા બાદ હવે ભારતનું હિન્દુ ગામ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બાગેશ્વર ધામમાં 2 વર્ષમાં ભારતનું પ્રથમ હિન્દુ ગામ તૈયાર થઇ જશે. બાબા બાગેશ્વરે બુધવારે ભૂમિપૂજન કરતા તેની આધારશિલા રાખી દીધી હતી. બાગેશ્વર ધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દેશના પ્રથમ હિન્દુ ગામના સપનાને સાકાર કરવા માટે બાગેશ્વર ધામમાં જ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન કર્યું હતું.

બાબા બાગેશ્વરે આ અવસર પર કન્યાપૂજન કરતા આધારશિલા રાખી હતી. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, હિન્દુ રાષ્ટ્રનું સપનું હિન્દુ ઘરથી જ શરૂ થાય છે. હિન્દુ પરિવાર, હિન્દુ સમાજ, હિન્દુ ગામ, હિન્દુ તાલુકો, હિન્દુ જિલ્લો અને હિન્દુ રાજ્યનું નિર્માણ થશે, તો જ હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના પૂર્ણ થશે. બાગેશ્વર ધામ પીઠાધીશ્વરે હિન્દુ ગામની આધારશિલા રાખ્યા બાદ પોતાના સંબોધનમાં કહ્યું કે, ધામમાં જ 1000 પરિવારોનું આ ગામ તૈયાર કરાવવામાં આવી રહ્યું છે.

બાગેશ્વર ધામ જનસેવા સમિતિ, હિન્દુ ધર્મ અને સનાતન ધર્મના પ્રેમીઓને જમીન ઉપલબ્ધ કરાવશે. આ જમીનમાં ભવનનું નિર્માણ થશે. અહીં રહેતા લોકો માટે કેટલીક મૂળભૂત શરતો પણ રાખવામાં આવી છે. આ ભવન કોન્ટ્રાક્ટના આધાર પર મળશે. પહેલા જ દિવસે, 2 બહેનોએ ભવન લેવા માટે પોતાની સ્વીકૃતિ આપતા કાગળની કાર્યવાહી પૂર્ણ કરાવી. આ ઉપરાંત આ ગામમાં લગભગ ઘણા બધા લોકો ઘર બનાવવામાં જોડાયા છે.
બાગેશ્વર ધામમાં હિન્દુ ગામમાં રહેનારા લોકો કોન્ટ્રાક્ટ આધારે રહેશે. તેઓ જે મકાનમાં રહેશે તે મકાન ખરીદવા કે વેચવાનો તેમને અધિકાર નહીં મળે. તેની પાછળનું કારણ એ છે કે વિધર્મીઓ લોભ અને લાલ આપીને કોઈપણ સ્તર પર જઇને કોઇ પણ કિંમતે મકાન ખરીદવાનો પ્રયાસ કરે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે, લોભના કારણે લોકો ધર્મ વિરોધી તોકતો સામે સરેન્ડર કરી દે છે. એટલે, બાગેશ્વર ધામના હિન્દુ ગામમાં ખરીદ-વેચાણ પર પ્રતિબંધ રહેશે.
Related Posts
Top News
બ્લેક મંડે: કોવિડ પછી બજારમાં સૌથી મોટી તબાહી, સેન્સેક્સ 3914 અને નિફ્ટી 1146 પોઈન્ટ તૂટ્યો
આ ટાપુ દેશ 91 લાખમાં વેચી રહ્યો છે સીટિઝનશીપ, જાણી લો કારણ
PM મોદીના પ્રાઇવેટ સેક્રેટરી બનેલા નિધી કેટલું ભણેલા છે?
Opinion
-copy7.jpg)