- National
- યોગી આદિત્યનાથ ભાજપનો હિન્દુત્વનો ચહેરો અને નેતૃત્વ બની રહ્યા છે
યોગી આદિત્યનાથ ભાજપનો હિન્દુત્વનો ચહેરો અને નેતૃત્વ બની રહ્યા છે
-copy.jpg)
ભારતના રાજકીય વિષયોમાં હિન્દુત્વની વિચારધારા એક મહત્વપૂર્ણ પરિબળ રહી છે અને આ વિચારધારાને બળ આપવામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું યોગદાન અમુલ્ય રહ્યું છે. આજે વર્ષ ૨૦૨૫ માં દેશમાં જ્યારે હિન્દુત્વની રાજનીતિની વાત થાય છે ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નામ સૌથી આગળ આવે છે. એક સંન્યાસીથી રાજનેતા બનેલા યોગી આદિત્યનાથ માત્ર ભાજપના એક નેતા જ નથી પરંતુ હિન્દુત્વના એક શક્તિશાળી પ્રતીક તરીકે ઉભરી આવ્યા છે. તેમનું વ્યક્તિત્વ, કાર્યશૈલી અને વિચારધારા તેમને વર્તમાન અને ભવિષ્યના ભારતીય હિન્દુત્વનું નેતૃત્વ બળ બનાવે છે.
યોગી આદિત્યનાથનો જન્મ ૧૯૭૨માં ઉત્તરાખંડના એક નાનકડા ગામમાં થયો હતો. નાની ઉંમરે જ તેમણે સંસારનો ત્યાગ કરીને સંન્યાસ ધારણ કર્યો અને ગોરખપુરના પ્રખ્યાત ગોરખનાથ મઠના મહંત બન્યા. આ મઠ હિન્દુ ધર્મની નાથ સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર છે જે હિન્દુત્વના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પાસાઓને પ્રોત્સાહન આપે છે. રાજકારણમાં પ્રવેશ્યા બાદ યોગીએ હિન્દુત્વની આ વિચારધારાને પોતાની રાજકીય ઓળખનો આધાર બનાવી. ૧૯૯૮માં પ્રથમ વખત સાંસદ બન્યા અને ૨૦૧૭માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા ત્યારથી તેમણે હિન્દુત્વના મુદ્દાઓને મજબૂતીથી ઉઠાવ્યા છે.
ઉત્તર પ્રદેશ જેવા વિશાળ અને વૈવિધ્યસભર રાજ્યના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથે પોતાની કડક વહીવટી શૈલી અને નીતિઓથી દેશભરમાં ચર્ચા જગાવી છે. તેમના શાસનમાં અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિરનું નિર્માણ એક મહત્વપૂર્ણ સિદ્ધિ બન્યું જે હિન્દુ સમાજમાટે આસ્થાનું પ્રતીક પૈકીનું એક છે. આ ઉપરાંત કાશી વિશ્વનાથ કોરિડોર અને પ્રયાગરાજના કુંભમેળાનું આયોજન જેવા સુવ્યવસ્થિત આયોજને હિન્દુ સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી છે. યોગીએ ગૌરક્ષા, લવ જેહાદ વિરુદ્ધ કાયદો અને ધાર્મિક સ્થળોના નામકરણ જેવા મુદ્દાઓ પર પણ આક્રમક વલણ અપનાવ્યું છે જે ભાજપના હિન્દુત્વના એજન્ડાને મજબૂત કરે છે.
તેમની નીતિઓ અને નિર્ણયો ઘણીવાર વિવાદાસ્પદ રહ્યા છે પરંતુ તેમના સમર્થકો માને છે કે યોગી આદિત્યનાથે હિન્દુ સમાજના ગૌરવ અને ઓળખને પુનઃસ્થાપિત કરવાનું કામ કર્યું છે. તેમની કડક શૈલી અને સ્પષ્ટવક્તા તેમને એક એવા નેતા તરીકે રજૂ કરે છે જે હિન્દુત્વના મૂલ્યોને સુરક્ષિત રાખવા માટે કોઈ સમાધાન કરતા નથી.
યોગી આદિત્યનાથનું વ્યક્તિત્વ અને રાજકીય શૈલી તેમને ભાજપના ભવિષ્યના નેતા તરીકે રજૂ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પછી યોગી એવા નેતા છે જેમની પાસે રાષ્ટ્રીય સ્તરે હિન્દુ સમાજને આહવાહન કરવાની ક્ષમતા છે. તેમની લોકપ્રિયતા માત્ર ઉત્તર પ્રદેશ પૂરતી મર્યાદિત નથી પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ હિન્દુત્વના સમર્થકો તેમને એક આદર્શ નેતા માને છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપની સફળતામાં યોગીનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું જે તેમની રાજકીય શક્તિનો પુરાવો છે.
આગામી સમયમાં જ્યારે ભાજપને નવી પેઢીના નેતૃત્વની જરૂર પડશે ત્યારે યોગી આદિત્યનાથ લોકચાહનાની દ્રષ્ટિએ એક મજબૂત દાવેદાર તરીકે ઉભરી શકે છે. તેમની આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ અને રાજકીય કુશળતા તેમને આગવું વ્યક્તિત્વ આપે છે. ખાસ કરીને યુવા પેઢીમાં તેમની લોકપ્રિયતા વધી રહી છે કારણ કે તેઓ એક એવા નેતા તરીકે જોવાય છે જે હિન્દુ સંસ્કૃતિની રક્ષા કરવા માટે નિર્ભયપણે આગળ વધે છે.
એ વાત હવે ચોક્કસ છે કે યોગી આદિત્યનાથ આજે દેશની રાજનીતિમાં ભાજપના હિન્દુત્વનો સૌથી મજબૂત ચહેરો છે અને ભવિષ્યમાં દેશના હિન્દુત્વનું નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમની નીતિઓ, નિર્ણયો અને વિચારધારા હિન્દુ સમાજમાં ગૌરવ અને આત્મવિશ્વાસ જગાડે છે. જોકે તેમની આક્રમક શૈલી અને વિવાદાસ્પદ નિવેદનો તેમને ટીકાના પાત્ર પણ બનાવે છે પરંતુ તેમના સમર્થકો માટે આ તેમની શક્તિ છે. આગામી વર્ષોમાં યોગી આદિત્યનાથ ભારતના રાજકારણમાં હિન્દુત્વના એક નવા યુગનું નેતૃત્વ કરી શકે છે જે ભાજપ અને દેશના ભવિષ્યને નવી દિશા આપશે.
About The Author
Related Posts
Top News
આ આપણું ભારત છે, હિન્દુઓની મુસ્લિમો પર ફૂલ વર્ષા
રાજ ઠાકરે બોલ્યા- ‘ઔરંગઝેબ ગુજરાતમાં જન્મ્યો. શિવાજી મહારાજ એક..’
LPG, UPIથી લઈને ટોલ ટેક્સ... 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે આ 10 મોટા ફેરફારો
Opinion
