લોકોનો સમય બચાવવા માટે એક ગુજરાતી પરિવારે ટેલિફોનિક બેસણું યોજ્યું
વર્તમાન યુગમાં મોબાઈલ લોકોના ઘણા કામ સરળતાથી કરી રહ્યો છે. લોકો પોતાના મોબાઈલથી એક જ સેકન્ડના સમયમાં લાખો રૂપિયાનું ટ્રાંકેશન કરી શકે છે. ઘણા લોકો મોબાઈલ પર વીડિયો કોલ કરીને મંદિરમાં પૂજા પણ કરાવે છે. વિદેશથી પૂજા કરવા માટે નહીં આવી શકતા લોકો પોતાની હાજરી મોબાઈલમાં માધ્યમથી દર્શાવે છે ત્યારે હવે બેસણું પણ મોબાઈલથી થઇ રહ્યું છે. સોશિયલ મીડિયામાં ટેલિફોનિક બેસણાનો એક ફોટો વાયરલ થયો હતો.
રિપોર્ટ અનુસાર મૂળ ગુજરાતના બોટાદના અને મુંબઈમાં સ્થાયી થયેલા શાંતાબેન ઝાંઝરુકીયાનું 88 વર્ષની વયે 6 ફેબ્રુઆરીના રોજ અવશાન થયું હતું. શાંતાબેનના અવશાન પછી તેમના દીકરાઓએ લોકોના સમયનો બગાડ ન થયા તે માટે ટેલિફોનિક બેસણાનું આયોજન કર્યું હતું. ટેલિફોનિક બેસાણાનો ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ફોટામાં ટેલિફોનિક બેસણું રાખવાનું કારણ જણાવવામાં આવ્યું છે કે, 'આજના વ્યસ્ત સમયમાં અને દોડાદોડીના જમાનામાં લોકો પાસે સમય ન હોવાને કારણે ઝાંઝરુકીયા પરિવારે પોતાના માતૃશ્રીનું બેસણું ટેલિફોનિક પદ્ધતિથી રાખવાનું નક્કી કર્યું છે. દુનિયામાં કોઈ પણ ખૂણામાંથી તમે માત્ર ફોન કરીને ટેલિફોનિક બેસણામાં હાજર રહી શકો છો.
જૂની પ્રથા અને જૂના રીવાજમાંથી નવી દિશા તરફની પહેલમાં આપ સૌના સાથ અને સહકારની અપેક્ષા મળશે તેવી આશા છે.' આ ઉપરાંત આ ફોટામાં નોંધ કરીને લખવામાં આવ્યું છે કે, 'આપ સહુને વિનંતી કે, રૂબરૂ બેસણામાં આવવાની જરૂર ન હોય તેથી ટેલિફોનિક મુલાકાતએ રૂબરૂ મળ્યા સમાન છે.'
આ બાબતે શાંતાબેનના દીકરા જીતેન્દ્ર ઝાંઝરુકીયાએ જણાવ્યું હતું કે, આમ તો સગા-સંબંધીઓમાં લોકોને ખૂબ લાગણી હોય છે પરંતુ મોઢું દેખાડવા માટે લોકો દૂર-દૂરથી આવતા હોય છે. જેના કારણે લોકોના સમયની બરબાદી થાય છે. એટલે અમે મોઢું દેખાડવાની પ્રથાને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતમાં 150 જેટલા લોકોએ ટેલીફોન પર વાતચીત કરીને બેસણામાં હાજરી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp