- Opinion
- સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે
સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે
-copy-recovered3.jpg)
(ઉત્કર્ષ પટેલ)
સમયની વાત અને સમયને સમજી લઈને ચાલીએને તો વાત અનેરી. સમય અને સફડતાના તાલમેલને સમજવા માટે ઉદાહરણ રૂપ આપણા ભારત દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અને સૌ ગુજરાતીઓના પોતીકા એવા અમિત શાહના શબ્દો સમજીએ...
"...મિત્રો સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, ક્યારેય નથી હોતો. તમારે મોટા માણસ બનવું હોય તો એક વાત યાદ રાખજો... સમય ક્યારેય આપણા અનુકૂળ નથી હોતો એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે પછી અનુકૂળતા જ અનુકૂળતા. અને જે જીવનમાં લક્ષ્ય નક્કી ના કરે અને એ લક્ષ્યની પાછળ ચિત્તથી ચોંટી ના પડે એ ક્યારેય મોટા ના થઈ શકે, મોટા થવું હોય તો લક્ષ્ય પણ મોટું રાખવું..."

કેટલી સચોટ વાત છે!! જો આટલું આપણે સમજી જઈને તો જીવનના ઉંમરના કોઈ પણ પડાવે આપ હોવ અને નવી શરૂઆત કરો તો ચોક્કસ સફળતા મળે જ.
થોડો પ્રયત્ન કરી જોવો, સમય સંજોગોથી ક્યારેય હારશો નહીં અને લક્ષ્ય કાર્યસિદ્ધિ માટે મંડ્યા જ રહો તો સમય બદલાશે, ધાર્યું કાર્ય પાર પડશે. બસ આત્મવિશ્વાસ અને ધગસ રાખજો.
દેશભક્તની વાત ટાંકીને સમયની સમજ લઇએ છીએ તો અમિતભાઈ શાહની સાથે આપણે આપણા દેશ અને વિશ્વના પ્રથમ હરોળના બીજા બે રત્નોને પણ સમજીએ,
એક નરેન્દ્ર મોદી જેમણે રાત દિવસ જોયા વિના દેશ માટે જીવન સમર્પણ કર્યું અને આજે દેશના વડાપ્રધાન પદેથી પોતાના જીવનની એક એક મિનિટ દેશ માટે સમર્પિત કરી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં આપણા ભારતનો દરેક ક્ષેત્રે ડંકો વાગી રહ્યો છે, જેનો વિશ્વભરમાં રહેલા ગુજરાતી હોય કે ભારતીય ગર્વ લઈ શકે છે.

બીજા પરમ શ્રદ્ધેય ડોક્ટર પ્રવીણ તોગડિયા જેઓ ઉચ્ચ કક્ષાના કેન્સર ડોક્ટર હોવા છતાં બધું ત્યાગ કરી હિન્દુ ધર્મ રક્ષાર્થે જીવન સમર્પિત કર્યું અને આજે પણ સમગ્ર દેશ અને વિશ્વમાં હિંદુત્વનું જાગરણ કરવાનું કાર્ય અવિરત ચાલુ રાખ્યું છે.
ઉપરોક્ત ત્રણેવ વ્યક્તિત્વ મારા જીવનના આદર્શ વ્યક્તિત્વો પૈકીના હોય અને દેશમાટે પૂર્ણભાવથી સમર્પિત હોવાથી પૂર્ણ વિશ્વાસ સાથે એમના જીવનની સફળ કાર્ય શૈલીથી હું આપને એજ સમજાવવા માંગુ છું કે...
સાચી ભાવનાથી સમયની પ્રતિકુળતાથી વિચલિત થયા વિના સારા લક્ષ્યને વળગી રહીએ તો ઈશ્વર અને સમાજ ચોક્કસથી આપણને સાથ આપે જ છે અને ધ્યેય કાર્યસિદ્ધિ જરૂરથી પ્રાપ્ત થાય જ છે.
કોઈકને મારી વાતથી ગમો અણગમો હોઈ શકે પરંતુ દીર્ઘદૃષ્ટિ અને નિર્દોષ ભાવે વિચારશો તો સૌ સમજી સકશો કો આપણી વચ્ચે આવા મહાન વ્યક્તિત્વો છે કે જેમના જીવનથી આપણે ઘણું શીખી શકીએ અને જીવનપથ પર લક્ષ્યસિદ્ધિ પામી શકીએ.
અગત્યનું:
બસ ત્યારે... મંડી પડો પોત પોતાના લક્ષ્ય પાછળ અને સમયને અનુકૂળ બનાવી દો.
અને હા શુદ્ઘ હેતુ સાથે વડીલોના આશીર્વાદ અને ભગવાનની ભક્તિને સાથે રાખજો.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)
Related Posts
Top News
દિલ્હીના લોકોએ હવે ઘરના કચરા માટે ચાર્જ ચૂકવવો પડશે
ઓમ બિરલાએ 6 વર્ષ જૂનું વચન પૂરું કર્યું, CRPF જવાનની પુત્રીના લગ્નમાં હાજરી આપી
સોનાનો ભાવ વધશે નહીં, નીચે જશે! નિષ્ણાતોના મતે 6 મહિનામાં સોનું 75,000 થશે, જાણો આવું કેમ કહ્યું?
Opinion
