- Sports
- મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું, પરંતુ રોહિત શર્માએ 3 મેચમાં બનાવ્યા 21 રન
મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું, પરંતુ રોહિત શર્માએ 3 મેચમાં બનાવ્યા 21 રન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025 માં, મુંબઈ ઈન્ડિયન્સે (MI)સતત બે હારનો સામનો કર્યા પછી પ્રથમ જીત હાંસલ કરી છે. 31 માર્ચ (સોમવાર)ના રોજ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 8 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 117 રનનો ટાર્ગેટ હતો, જે તેણે 43 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો.

હિટમેને ફરીથી કર્યો બેટથી નિરાશ
મુંબઈ ઈન્ડિયન્સે જીતનું ખાતું ખોલ્યું છે, પરંતુ તેમના માટે ચિંતાનું કારણ અનુભવી બેટ્સમેન રોહિત શર્માનું ફોર્મ બની ગયું છે. રોહિત કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં માત્ર 13 રન બનાવીને આન્દ્રે રસેલના બોલ પર હર્ષિત રાણાના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતે આ મેચમાં 'ઈમ્પેક્ટ સબ' તરીકે પ્રવેશ કર્યો હતો, પરંતુ તે બેટથી પ્રભાવ પાડી શક્યો ન હતો.
અગાઉ રોહિત શર્માએ ગુજરાત ટાઇટન્સ (જીટી) સામે 8 રન બનાવ્યા હતા અને ત્યારે તેની વિકેટ મોહમ્મદ સિરાજે લીધી હતી. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટનનું ખાતું પણ ખુલ્યું ન હતું. તે મેચમાં રોહિતને ખલીલ અહેમદે આઉટ કર્યો હતો. એટલે કે રોહિત શર્માએ અત્યાર સુધી IPL 2025ની ત્રણ ઇનિંગ્સમાં 7ની એવરેજથી 21 રન બનાવ્યા છે અને તે ત્રણેય ઇનિંગ્સમાં ફાસ્ટ બોલરનો શિકાર બન્યો છે.
https://twitter.com/IPL/status/1906764770654773326?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1906764770654773326%7Ctwgr%5E335221c6a7ef6576467c02ac24add46fc1d304db%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fsports%2Fcricket%2Fstory%2Fipl-2025-mi-vs-kkr-match-rohit-sharma-poor-form-continue-21-runs-in-3-innings-hitman-mumbai-indians-tspoa-dskc-2205062-2025-04-01
જોકે, રોહિત શર્માનું IPLમાં ખરાબ ફોર્મ છેલ્લા કેટલાક સિઝનથી ચાલી રહ્યું છે. જો જોવામાં આવે તો IPL 2020 થી અત્યાર સુધી માત્ર 8 પ્રસંગો એવા બન્યા છે જ્યારે રોહિત શર્માએ કોઈ IPL મેચમાં 50 કે તેથી વધુ રન બનાવ્યા હોય. આ સમયગાળા દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 105 રન હતો, જે તેણે ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે બનાવ્યો હતો. જો કે તે સદીની ઇનિંગ છતાં મુંબઈને હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિતે છેલ્લી પાંચ IPL સિઝનમાંથી માત્ર એકમાં 400 રનનો આંકડો પાર કર્યો છે, જેના કારણે તેના વર્તમાન પ્રદર્શન પર પણ વધુ સવાલો ઉભા થઈ રહ્યા છે.

હિટમેનના નામથી પ્રખ્યાત રોહિત શર્મા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં 260 મેચ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે 6649 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 43 અડધી સદી સામેલ છે. રોહિતનો IPLમાં સર્વોચ્ચ સ્કોર 109* રન છે. તેની એવરેજ 29.42 અને સ્ટ્રાઈક રેટ 131.04 છે. રોહિતે તેની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન બનાવ્યું હતું. પરંતુ ગત સિઝનમાં તેના સ્થાને મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો હતો. હાર્દિક વર્તમાન સિઝનમાં પણ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
Related Posts
Top News
4 મોંઘી કાર, 2 કરોડનું ઘર... લેડી કોન્સ્ટેબલ બરતરફ, IGએ તપાસના આદેશ આપ્યા
'CID'માં ખતમ થઈ ગઇ ACP પ્રદ્યુમનની સફર! શૉમાં આવશે મોટું ટ્વીસ્ટ
વક્ફ બિલ હવે સર્વોચ્ચ અદાલતને આંગણે, સંસદ દ્વારા બનાવેલા કાયદાને શું સુપ્રીમ કોર્ટ રોકી શકે છે?
Opinion
