રિક્ષાચાલકનો દીકરો વિગ્નેશ પુથુર, જેણે IPL ડેબ્યૂમાં સ્પિનના જાદુથી સનસનાટી મચાવી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની એક મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને 4 વિકેટથી હરાવ્યું. આ મેચ પછી, ચેન્નાઈની જીત કરતાં વધુ, મુંબઈ ઈન્ડિયન્સના એક બોલરની ચર્ચા થઈ રહી છે, જેનું નામ આ મેચ પહેલા બહુ ઓછા લોકો જાણતા હતા. આ બોલરનું નામ વિગ્નેશ પુથુર છે, જે રોહિત શર્માની જગ્યાએ 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે મેચમાં આવ્યો હતો અને ચેપોક (MA ચિદમ્બરમ સ્ટેડિયમ)માં સનસનાટી મચાવી હતી.

Vignesh Puthur
timesnowhindi.com

ચાઇનામેન બોલર વિગ્નેશ પુથુરના કારણે જ મેચમાં ઉત્સાહ આવ્યો અને તે ઉત્સાહ છેલ્લી ઓવર સુધી ચાલ્યો. નહિંતર, એક સમયે એવું લાગતું હતું કે CSK મેચ સરળતાથી જીતી જશે. વિગ્નેશે પોતાની સતત ત્રણ ઓવરમાં રુતુરાજ ગાયકવાડ, શિવમ દુબે અને દીપક હુડા જેવા મજબૂત બેટ્સમેનોને આઉટ કરીને મુંબઈને રમતમાં પાછું લાવ્યું. જો મુંબઈએ 10-15 રન વધુ બનાવ્યા હોત, તો કદાચ તેઓ મેચ જીતી શક્યા હોત. પોતાની IPL ડેબ્યૂ મેચ રમતા વિગ્નેશે 4 ઓવરમાં 32 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

વિગ્નેશ પુથુરનો મુંબઈ ઇન્ડિયન્સમાં પ્રવેશ ખૂબ જ રસપ્રદ છે. 24 વર્ષીય વિગ્નેશ પુથુર કેરળના મલપ્પુરમનો રહેવાસી છે અને તેના પિતા ઓટો રિક્ષા ચલાવે છે. મોટી વાત એ છે કે, વિગ્નેશ પુથુર અત્યાર સુધી કેરળ માટે સિનિયર સ્તરે એક પણ મેચ રમ્યો નથી. આવી સ્થિતિમાં તેનું પ્રદર્શન પ્રશંસાને પાત્ર છે. વિગ્નેશ શરૂઆતમાં મધ્યમ ગતિથી બોલિંગ કરતો હતો, પરંતુ કેરળના ક્રિકેટર મોહમ્મદ શેરિફે તેને સ્પિનર ​​બનવાનું સૂચન કર્યું.

Vignesh Puthur
ndtv.in

પછી શું... વિગ્નેશ પુથુરે સ્પિન બોલિંગ કરવાની શરૂ કરી. ડાબા કાંડાથી બોલ સ્પિન કરવો તેના માટે માસ્ટરસ્ટ્રોક સાબિત થયો. સ્થાનિક લીગ અને કોલેજ ટુર્નામેન્ટમાં સતત પ્રેક્ટિસને કારણે તેની સ્પિન બોલિંગમાં વધુ સુધારો થયો. પછી સેન્ટ થોમસ કોલેજ અને જોલી રોવર્સ ક્રિકેટ ક્લબ માટે ઉત્તમ પ્રદર્શન કર્યા પછી, તેને કેરળ T20 લીગની પ્રથમ સીઝન માટે પસંદ કરવામાં આવ્યા, જેમાં તે એલેપ્પી રિપલ્સ ટીમનો ભાગ બન્યો.

વિગ્નેશ પુથુરે કેરળ T20 લીગની પહેલી સીઝનમાં ફક્ત ત્રણ મેચ રમી હતી અને બે વિકેટ લીધી હતી. જોકે, આ સમય દરમિયાન તેણે મુંબઈ ઈન્ડિયન્સ સ્કાઉટિંગ ટીમનું ધ્યાન ખેંચ્યું. પછી વિગ્નેશ પુથુરને MI દ્વારા ટ્રાયલ માટે બોલાવવામાં આવ્યો. ટ્રાયલ દરમિયાન, વિગ્નેશે તેની ચોકસાઈ અને દબાણમાં પણ શાંત રહેવાની ક્ષમતાથી બધાનું ધ્યાન ખેંચ્યું. પછી જ્યારે IPL 2025ની હરાજી થઈ, ત્યારે મુંબઈએ તેને 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર પોતાની સાથે લીધો.

Vignesh Puthur
hindi.news24online.com

મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીએ વિગ્નેશ પુથુરને તેની બોલિંગ કુશળતાને વધુ નિખાર આપવા માટે દક્ષિણ આફ્રિકા મોકલ્યો, જ્યાં તે SA20 લીગ ટીમ MI કેપ ટાઉનમાં નેટબોલર તરીકે જોડાયો. ત્યાં તેણે રાશિદ ખાન જેવા ખેલાડીઓ સાથે પોતાની કુશળતા સુધારવાનું કામ કર્યું. T20 ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે રમવાના અમૂલ્ય અનુભવે તેના આત્મવિશ્વાસમાં ઘણો વધારો કર્યો. ત્યારપછી વિગ્નેશે IPL 2025ની શરૂઆત પહેલા DY પાટિલ T20 ટુર્નામેન્ટમાં રિલાયન્સ ટીમ માટે ત્રણ મેચ પણ રમી હતી.

મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે આ યુવા બોલર વિશે કહે છે, 'અમારી પાસે એવા ખેલાડીઓ છે, જે પ્રતિભાને ઓળખી શકે છે. મને લાગે છે કે MI બીજી કોઈ પણ વસ્તુ કરતાં પ્રતિભાને વધુ મહત્વ આપે છે. જ્યારે અમે તેને ટ્રાયલ માટે બોલાવ્યો, ત્યારે અમને તેનામાં ભરપૂર શક્યતા દેખાઈ. ભૂતકાળમાં તેણે કેટલું ક્રિકેટ રમ્યું છે તે જોવામાં આવતું નથી. અમને તો બસ એવું જ લાગતું હતું કે તેની પાસે પ્રતિભા છે. હવે તમે આ IPLમાં પણ જોઈ લીધું હશે.'

Vignesh Puthur
ndtv.in

આમ જોવા જઈએ તો, IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે પોતાની પહેલી મેચમાં, વિગ્નેશ પુથુરે તે વિશ્વાસને વ્યાજ સાથે ચૂકવી દીધો છે. મેચ પછી ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ યુવા સ્પિનરની પ્રશંસા કરી. પોતાની પહેલી મેચમાં જ, વિગ્નેશે બતાવી દીધું છે કે, તે 'લાંબી રેસનો ઘોડો' સાબિત થવાનો છે.

Related Posts

Top News

અમેરિકામાં જઈને રાહુલે મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- 2 કલાકમાં 65 લાખ લોકોએ...

ભારતીય સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના બોસ્ટન પહોંચી ગયા છે. અહીં તેમણે બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે એક સત્ર કર્યું....
National 
અમેરિકામાં જઈને રાહુલે મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- 2 કલાકમાં 65 લાખ લોકોએ...

BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત, 34 ખેલાડીઓને લિસ્ટમાં, રોહિત-કોહલી સહિત 4 ખેલાડીને A+ કોન્ટ્રાક્ટ

તમે જેની રાહ જોતા હતા તે સમય આવી ગયો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નો બહુપ્રતિક્ષિત કેન્દ્રીય કરાર બહાર...
Sports 
BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત, 34 ખેલાડીઓને લિસ્ટમાં, રોહિત-કોહલી સહિત 4 ખેલાડીને A+ કોન્ટ્રાક્ટ

યમરાજનું મૃત્યુ કેવી રીતે થયું?

યમરાજને મૃત્યુના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. જો યમરાજ પોતે મૃત્યુના દેવતા હોય તો તેમનું મૃત્યુ કેવી રીતે શક્ય છે...
Astro and Religion 
યમરાજનું મૃત્યુ કેવી રીતે થયું?

માણસ-રોબોટ સામ-સામે, 21 કિમીની રેસ... ચીનની મેરેથોનનો વીડિયો વાયરલ

ચીન ટેક્નોલોજીની દોડમાં દુનિયાથી કેટલું આગળ છે, તેનો શાનદાર નજારો બીજિંગમાં જોવા મળ્યો. શનિવારે, બીજિંગમાં દુનિયાની પહેલી હ્યુમનોઇડ રોબોટ...
World 
માણસ-રોબોટ સામ-સામે, 21 કિમીની રેસ... ચીનની મેરેથોનનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.