- Sports
- IPL મેચમાં હાર્દિક પંડ્યાનું બેટ કેમ ચેક કરવા લાગ્યા અમ્પાયર? જાણો કારણ
IPL મેચમાં હાર્દિક પંડ્યાનું બેટ કેમ ચેક કરવા લાગ્યા અમ્પાયર? જાણો કારણ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 29મી મેચમાં, મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમને 12 રને હરાવી દીધી હતી. આ મેચમાં દિલ્હીને જીતવા માટે 206 રનનો ટારગેટ મળ્યો હતો, પરંતુ તેની આખી ટીમ માત્ર 193 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. દિલ્હી કેપિટલ્સની 5 મેચમાં આ પહેલી હાર હતી. જ્યારે બીજી તરફ, 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સની આ 6 મેચમાં બીજી જીત હતી.

આ મેચ દરમિયાન એક રસપ્રદ ઘટના જોવા મળી. જ્યારે સૂર્યકુમાર યાદવ આઉટ થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગ કરવા ઉતર્યો, તો તેના બેટની તપાસ કરવામાં આવી. અમ્પાયર સુનિશ્ચિત કરવા માગતા હતા કે બેટની સાઇઝ ટૂર્નામેન્ટ માટે નિર્ધારિત દિશા-નિર્દેશો મુજબ છે કે નહીં.
🔥 Unreal Moment in IPL 2025! 🔥
— Maverick (@MaverickNeo07) April 14, 2025
Umpire checks Hardik Pandya's bat before his explosive entry! 💪🏏
#IPL2025 #HardikPandya pic.twitter.com/KoSe5HAVq0
">
🔥 Unreal Moment in IPL 2025! 🔥
— Maverick (@MaverickNeo07) April 14, 2025
Umpire checks Hardik Pandya's bat before his explosive entry! 💪🏏
#IPL2025 #HardikPandya pic.twitter.com/KoSe5HAVq0
અમ્પાયરે તેના માટે ગેજનો ઉપયોગ કર્યો. અમ્પાયરે ગેજને હાર્દિક પંડ્યાના બેટ પર ચલાવ્યું, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે તે કોઈ પરેશાની વિના બેટમાંથી પસાર થાય. આ અગાઉ રવિવારે (13 એપ્રિલ) રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની મેચ દરમિયાન, શિમરોન હેટમાયર અને ફિલ સાલ્ટના બેટની પણ તપાસ કરવામાં આવી હતી.
IPLની પ્લેંગ કન્ડિશન મુજબ બેટની બ્લેડ નીચેના ડાઈમેન્શનથી વધુ ન હોવી જોઇએ
પહોળાઈ: 4.25 ઇંચ / 10.8 સે.મી.
ઊંડાઈ: 2.64 ઇંચ / 6.7 સે.મી.
કિનારા (Edge): 1.56 ઇંચ / 4.0 સે.મી.
આ ઉપરાંત, બેટ ગેજમાંથી પસાર થવા માટે પણ સક્ષમ હોવું જોઈએ.

મોટાભાગે હાઇ સ્કોરિંગ મેચોમાં, અમ્પાયર બેટની સાવધાનીપૂર્વક તપાસ કરે છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે બેટ્સમેન બોલરો વિરુદ્ધ અનુચિત લાભ ન ઉઠાવી શકે. T20 ક્રિકેટમાં, ટીમોએ હવે 200 પ્લસ ટારગેટને સરળતાથી ચેઝ કરવા લાગી છે. તાજેતરમાં જ, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ પંજાબ કિંગ્સ (PBKS) વિરુદ્ધ 246 રનનો ટારગેટ ચેઝ કરી લીધો હતો. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં આ બીજું સૌથી મોટું સફળ રન ચેઝ હતું.
તમને જણાવી દઈએ કે ક્રિકેટ બેટના 2 ભાગ હોય છે- એક હેન્ડલ અને એક બ્લેડ. હેન્ડલ મુખ્યત્વે વાંસ કે લાકડાનું બનેલું હોવું જોઈએ. હેન્ડલનો એ ભાગ જે બ્લેડથી પૂરી રીતે બહાર હોય છે. તેને હેન્ડલનો ઉપરનો ભાગ કહેવામાં આવે છે. તે બેટને પકડવા માટે શાફ્ટ (Shaft)ના રૂપમાં ઉપયોગ થાય છે. હેન્ડલના ઉપરના ભાગને ગ્રિપથી ઢાંકી શકાય છે. બ્લેડ માત્ર લાકડાની બનેલી હોવી જોઈએ.
Related Posts
Top News
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે
Opinion
