હાર બાદ LSGના મેન્ટર ઝહીર ખાને પીચ પર ઉઠાવ્યો સવાલ, કહ્યું- પંજાબના...

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને પંજાબ કિંગ્સ વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 13મી મેચ લખનઉના 'ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ' ખાતે રમાઈ હતી. પંજાબ કિંગ્સની ટીમે 1 એપ્રિલના રોજ રમાયેલી આ મેચ 8 વિકેટે અને 22 બોલ બાકી રહેતા જીતી લીધી હતી. આ મેચ હાર્યા પછી લખનઉ ટીમના મેન્ટર ઝહીર ખાને પિચ પર સવાલો ઉઠાવ્યા હતા.

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ના મેન્ટર ઝહીર ખાને મેચ પછી કહ્યું, એવું લાગતું હતું કે વિરોધી ટીમ પીચ તૈયાર કરવા માટે પોતાનો ક્યુરેટર લઈને આવી હોય. એક સ્પોર્ટ્સ ચેનલના અહેવાલ અનુસાર, ઝહીરે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હું અહીં થોડો નિરાશ થયો હતો...

Zaheer-Khan
english.jagran.com

તેમણે કહ્યું, આ એક હોમ મેચ છે અને IPLમાં તમે જોયું હશે કે, દરેક ટીમ હોમ ગ્રાઉન્ડનો થોડો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે. આ દૃષ્ટિકોણથી તમે જોયું જ હશે કે ક્યુરેટર ખરેખર એવું વિચારી રહ્યા ન હતા કે તે ઘરઆંગણાની મેચ છે, મને લાગે છે કે કદાચ એવું લાગતું હતું કે તે પંજાબ કિંગ્સનો ક્યુરેટર હશે.

ઝહીરે નિરાશ સ્વરમાં કહ્યું, અમે તેના પર વિચાર કરીશું, આ મારા માટે એક નવો સેટ-અપ છે, પરંતુ મને આશા છે કે, આ પહેલી અને છેલ્લી મેચ હશે, કારણ કે તમે લખનઉના ચાહકોને પણ નિરાશ કરી રહ્યા છો, તેઓ પહેલી ઘરઆંગણેની મેચ જીતવાની મોટી આશા સાથે અહીં આવ્યા છે.

Zaheer-Khan3
cricketcountry.com

તેમણે કહ્યું, એક ટીમ તરીકે અમને વિશ્વાસ છે. અમે સ્વીકારીએ છીએ કે અમે મેચ હારી ગયા છીએ અને ઘરઆંગણે પ્રભાવ પાડવા માટે અમારે શક્ય તેટલું બધું કરવું પડશે. અમારે હજુ છ મેચ રમવાની છે અને આ સિઝનમાં આ ટીમે અત્યાર સુધી જે પણ થોડી ઘણી ક્રિકેટ રમી છે, તેનાથી સાબિત થયું છે કે અમારી પાસે IPL માટે યોગ્ય અભિગમ અને માનસિકતા છે. તમે જે અપેક્ષા રાખી શકો છો તે અલગ વિચારસરણી, સંઘર્ષ, ભૂખ છે અને તે જ એક ટીમ તરીકે અમારી ઓળખ છે.

પિચને ખોટી રીતે સમજવા પર, ઝહીરે કહ્યું, 'અમે એ જ કહી રહ્યા છીએ, અમે ક્યુરેટર જે કહેશે તેના પર ચાલીશું. અમે આને બહાના તરીકે વાપરી રહ્યા નથી. અમે છેલ્લી સીઝનમાં જોયું છે કે, એવું નથી કે બેટ્સમેનોને અહીં સંઘર્ષ કરવો પડતો નથી, ક્રિકેટમાં આ બધું થતું રહે છે, પરંતુ જે રીતે ઘરઆંગણાની ટીમને ટેકો મળવો જોઈએ, તે જોતાં બધાને ખબર હોવી જોઈએ કે, આ આપણી ઘરઆંગણાની ટીમ જે લખનઉમાં રમી રહી છે અને તેમને જીત અપાવવા માટે આપણે શું કરી શકીએ? દરેકનું યોગદાન મહત્વપૂર્ણ છે. અમે મેચ જીતવાનો રસ્તો શોધી લઈશું.

Zaheer-Khan1
bjsports.live

મેચ પછીની પ્રેઝન્ટેશનમાં LSGના કેપ્ટન રિષભ પંતે પણ સ્વીકાર્યું હતું કે, તેને ધીમી પિચની અપેક્ષા હતી, તેથી જ તેણે ઝડપી બોલર પ્રિન્સ યાદવને બદલે સ્પિનર ​​M સિદ્ધાર્થને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો.

જોકે, ઇજાઓને કારણે લખનઉ ટીમના વિકલ્પો મર્યાદિત થઈ ગયા છે. તેથી LSGએ એવી પિચ પસંદ કરી હશે જે સ્પિન-ફ્રેન્ડલી હોય અથવા ઓછામાં ઓછું પંજાબ કિંગ્સ (PBKS)ના ફાસ્ટ બોલિંગ આક્રમણની અસરને ઓછી કરી દે. જોકે, તેમણે ફક્ત બે મુખ્ય ઝડપી બોલરોને મેદાનમાં ઉતાર્યા, જેમાં છેલ્લી ઘડીએ શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે તેમની પાસે શામર જોસેફના રૂપમાં ફક્ત એક વિદેશી ઝડપી બોલર છે.

Related Posts

Top News

સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે

(ઉત્કર્ષ પટેલ) સમયની વાત અને સમયને સમજી લઈને ચાલીએને તો વાત અનેરી. સમય અને સફડતાના તાલમેલને સમજવા માટે ઉદાહરણ...
Opinion 
સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે

‘હું આવી રહ્યો છું...’ રાહુલ ગાંધીએ યાત્રા અગાઉ વીડિયો સંદેશ જાહેર કર્યો, શરૂ કર્યું આ નવું અભિયાન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 7 એપ્રિલના રોજ બેગૂસરાયમાં કોંગ્રેસની 'પલાયન રોકો, નોકરી દો' પદયાત્રામાં સામેલ થશે. કન્હૈયા...
National  Politics 
‘હું આવી રહ્યો છું...’ રાહુલ ગાંધીએ યાત્રા અગાઉ વીડિયો સંદેશ જાહેર કર્યો, શરૂ કર્યું આ નવું અભિયાન

વોશિંગટન સુંદરના કેચ પર હોબાળો, અમ્પાયરથી થઈ મોટી ભૂલ, તો પણ SRH ના જીતી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 19મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)એ 7 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો...
Sports 
વોશિંગટન સુંદરના કેચ પર હોબાળો, અમ્પાયરથી થઈ મોટી ભૂલ, તો પણ SRH ના જીતી

વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર બાદ આ રાજ્યની પાર્ટી પણ ભાંગવાની અણીએ

વકફ સંશોધન બિલના સમર્થનને લઈને NDAના સહયોગી JDUમાં મચેલી નાસભાગ બાદ બીજેડી પણ આ મુદ્દે ફાટી ગઈ છે.રાજ્યસભામાં આ બિલને...
National 
વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર બાદ આ રાજ્યની પાર્ટી પણ ભાંગવાની અણીએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.