- National
- વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર બાદ આ રાજ્યની પાર્ટી પણ ભાંગવાની અણીએ
વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર બાદ આ રાજ્યની પાર્ટી પણ ભાંગવાની અણીએ

વકફ સંશોધન બિલના સમર્થનને લઈને NDAના સહયોગી JDUમાં મચેલી નાસભાગ બાદ બીજેડી પણ આ મુદ્દે ફાટી ગઈ છે.રાજ્યસભામાં આ બિલને મંજૂર કરાવવામાં આ પાર્ટીના સાંસદોએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, બીજેડી તેના ગૃહ રાજ્ય ઓડિશામાં ભાજપના વિરોધમાં ઉભી છે. શનિવારે પાર્ટીના પૂર્વ મંત્રી પ્રતાપ જેનાએ બીજેડીના રાજ્યસભાના ફ્લોર લીડર સસ્મિત પાત્રા સામે અનુશાસનાત્મક કાર્યવાહીની માંગ કરી હતી.જેનાએ પાર્ટીના અધ્યક્ષ નવીન પટનાયકને લખેલા પત્રમાં, આરોપ લગાવ્યો કે વકફ બિલ પર પાર્ટીના સ્ટેન્ડમાં છેલ્લી ઘડીના ફેરફાર પાછળ એક ષડયંત્ર હતું. તેમણે સસ્મિતની સોશિયલ મીડિયા પોસ્ટ પર સવાલો ઉઠાવ્યા હતા, જેમાં સસ્મિતે કહ્યું હતું કે બીજેડીના રાજ્યસભાના સાંસદો તેમના અંતરાત્માના આધારે આ બિલ પર નિર્ણય લઈ શકે છે. સસ્મિતે આ પોસ્ટ ત્યારે કરી જ્યારે પાર્ટી મહિનાઓથી કહી રહી હતી કે તે રાજ્યસભામાં આ બિલનો વિરોધ કરશે.
ગુરુવારે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન બીજેડી સાંસદ મુજીબુલ્લા ખાને બિલનો વિરોધ કર્યો હતો. રાજ્યસભાના BJDના સાત સાંસદોમાંથી, બે લઘુમતી સમુદાયના છે - ખાન એકમાત્ર મુસ્લિમ સાંસદ છે, જ્યારે સસ્મિત પાત્રા ખ્રિસ્તી સમુદાયમાંથી આવે છે. જેનાએ કહ્યું કે છેલ્લી ક્ષણે નિર્ણયમાં ફેરફાર સમજની બહાર છે. અમારી પાર્ટી હંમેશા બિનસાંપ્રદાયિક રહી છે અને તે સ્પષ્ટ હતું કે અમે વકફ બિલનો વિરોધ કરીશું. બીજેડીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી પ્રફુલ્લ સમલે પણ સસ્મિત વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.

સાંસદો વચ્ચે મતભેદો
બીજેડીના રાજ્યસભા સાંસદ દેબાશિષ સમંતરાયે પણ પાર્ટી નેતૃત્વના સલાહકારોની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે નવીન પટનાયકે બે વખત સ્પષ્ટ કહ્યું હતું કે અમે બિલનો વિરોધ કરીશું. જે લોકોએ છેલ્લી ઘડીએ આ ફેરફાર સૂચવ્યો, તે પાર્ટીના હિતમાં કામ કરી રહ્યા નથી. સમંતરાયે કોઈપણ મુખ્ય સલાહકાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી, પરંતુ તેમનું નામ લીધું ન હતું. તેમણે કહ્યું કે સસ્મિતને દોષિત ઠેરવી શકાય નહીં કારણ કે તેણે નેતૃત્વની સૂચનાઓનું પાલન કર્યું હોવું જોઈએ. પરંતુ આ પરિવર્તને પાર્ટીને શરમમાં મુકી દીધી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, સસ્મિત પાત્રા હાલમાં વક્ત ઉઝબેકિસ્તાનમાં એક ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયનની બેઠકમાં ભાગ લેવા ગયા છે.તેથી, જેનાના આરોપો અંગે તેમનો પ્રતિભાવ મળી શક્યો નથી. શુક્રવારે તેમણે કહ્યું હતું કે તેઓ પાર્ટી નેતૃત્વના નિર્દેશોનું પાલન કરી રહ્યા છે. જેના પત્ર પર બીજેડીના પ્રવક્તા લેનિન મોહંતીએ કહ્યું કે અમે હંમેશા ધર્મનિરપેક્ષતાનું સન્માન કર્યું છે અને ભવિષ્યમાં પણ કરતા રહીશું.
જેડીયુમાં પણ હંગામો
બિહારના સીએમ નીતીશ કુમારની પાર્ટી જેડીયુમાં વકફ બિલ પર હંગામો થયા બાદ બીજેડી એવો બીજો પક્ષ છે જેમાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. જેડીયુના ઘણા લઘુમતી નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. બીજેડીમાં આ મુદ્દે એકતાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પક્ષના કેટલાક નેતાઓ માને છે કે નિર્ણયમાં છેલ્લી ઘડીના ફેરફારથી બીજેડીની છબીને નુકસાન થઈ શકે છે, જેણે લાંબા સમયથી બિનસાંપ્રદાયિકતા અને લઘુમતી હિતોના રક્ષણનો દાવો કર્યો છે. જેના અને સમલ જેવા વરિષ્ઠ નેતાઓ દ્વારા સસ્મિત પર હુમલો એ સંકેત છે કે પાર્ટીમાં અસંતોષ વધી રહ્યો છે.

વકફ બિલ અંગે બીજેડીનું વલણ શરૂઆતથી જ ચર્ચામાં રહ્યું છે. પાર્ટીએ અગાઉ તેના વિરોધની વાત કરી હતી અને તેને લઘુમતી સમુદાયના હિતોની વિરુદ્ધ ગણાવી હતી. પરંતુ રાજ્યસભામાં ચર્ચા અને મતદાન દરમિયાન અચાનક થયેલા ફેરફારે બધાને ચોંકાવી દીધા હતા. હવે જોવાનું એ રહેશે કે નવીન પટનાયક આ મામલે શું કાર્યવાહી કરે છે અને શું સસ્મિત પાત્રા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે. બીજેડી માટે આ એક અવસર છે જ્યારે તેણે ફરીથી તેની એકતા અને વિશ્વસનીયતા સાબિત કરવી પડશે.
Related Posts
Top News
ED રાહુલ-સોનિયા ગાંધીની પાછળ પડી ગયું
દિલ્હીના લોકોએ હવે ઘરના કચરા માટે ચાર્જ ચૂકવવો પડશે
ઓમ બિરલાએ 6 વર્ષ જૂનું વચન પૂરું કર્યું, CRPF જવાનની પુત્રીના લગ્નમાં હાજરી આપી
Opinion
