- National
- ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં કોહલી 1 રને આઉટ થતા આઘાત લાગતા વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી નિધન
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં કોહલી 1 રને આઉટ થતા આઘાત લાગતા વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી નિધન

ભારત અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે રવિવારે (9 માર્ચના રોજ) ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ દુબઈમાં રમાઈ હતી. ભારતીય ખેલાડી વિરાટ કોહલી માત્ર 1 રન બનાવીને આઉટ થઇ જતા, 8મા ધોરણની વિદ્યાર્થી પ્રિયાંશી પાંડેને હાર્ટ એટેક આવી ગયો હતો.
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, કોહલી આઉટ થવાથી ભારતીય ટીમની હારના ડરથી તેને અચાનક આઘાત લાગ્યો હતો. પરિવારજનો તેને ડૉક્ટર પાસે લઈ પહોંચ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ પ્રિયાંશીને મૃત જાહેર કરી દીધી હતી.

લાર પોલીસ સ્ટેશન ક્ષેત્રના રાઉતપાર પાંડે ગામના રહેવાસી અજય પાંડે સિવિલ કોર્ટ દેવરિયામાં એડવોકેટ છે. તેઓ દેવરિયામાં સરકારી ITI પાસે રહે છે. તેમની 14 વર્ષની પુત્રી પ્રિયાંશી પાંડે દેવરિયાની એક શાળામાં ભણતી કરતી હતી.
સંબંધીઓના જણાવ્યા મુજબ, 9 માર્ચે LED પર પરિવારના બધા સભ્યો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ જોઈ રહ્યા હતા. પ્રિયાંશી પણ મેચ જોઈ રહી હતી. તે મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત નજરે પડી રહી હતી. ભારતની પહેલી વિકેટ પડ્યા બાદ વિરાટ કોહલી જ્યારે મેદાનમાં ઉતર્યો ત્યારે પ્રિયાંશી ભારતીય ટીમ પાસેથી સારી રમતની અપેક્ષા રાખી રહી હતી, પરંતુ વિરાટ કોહલી માત્ર 1 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.
ત્યારબાદ પ્રિયાંશી અચાનક બેભાન થઈ ગઈ. તે જ્યાં બેઠી હતી, ત્યાંથી સરકીને નીચે પડી ગઇ. સંબંધીઓ તેને ઉતાવળમાં દેવરિયાની બાબા મેડિકલ કૉલેજ લઈને પહોંચ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ પ્રિયાંશીને મૃત જાહેર કરી દીધી હતી.

તો આગ્રામાં મોબઇલ પર ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ જોઈ રહેલા 4 મિત્રો પર રવિવારે રાત્રે બાઇક સવાર યુવકોએ હુમલો કરી દીધો હતો. વિવાદ અને મારામારી દરમિયાન હુમલો કરનારાઓએ એક મિત્રની છરી મારીને હત્યા કરી દીધી હતી.
ઘટનાને અંજામ આપ્યા બાદ બાઇક સવાર ભાગી ગયા હતા. મૃતક બી.ટેકનો વિદ્યાર્થી હતો. હત્યાની માહિતી મળતા જ ACP પોલીસ સ્ટેશનની ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. આરોપીઓની જાણકારી મેળવવા માટે પોલીસ આ વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાની ફૂટેજની તપાસ કરી રહી છે.
Related Posts
Top News
'CID'માં ખતમ થઈ ગઇ ACP પ્રદ્યુમનની સફર! શૉમાં આવશે મોટું ટ્વીસ્ટ
વક્ફ બિલ હવે સર્વોચ્ચ અદાલતને આંગણે, સંસદ દ્વારા બનાવેલા કાયદાને શું સુપ્રીમ કોર્ટ રોકી શકે છે?
ક્યારે છે રામ નવમી? જાણી લો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજાની પદ્ધતિ
Opinion
