- Sports
- ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત, 15 દિવસમાં થશે 6 મેચ, પહેલા થશે વન-ડે સીરિઝ
ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત, 15 દિવસમાં થશે 6 મેચ, પહેલા થશે વન-ડે સીરિઝ

ભારતીય ક્રિકેટ ટીમના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત થઇ ગઇ છે. આ પ્રવાસ આજ વર્ષે ઑગસ્ટમાં થશે. જ્યાં કુલ 6 મેચ રમાશે. પહેલા વન-ડે સીરિઝનું આયોજન કરવામાં આવશે, ત્યારબાદ T20 મેચ રમાશે. 17 ઑગસ્ટે પહેલી વન-ડે, જ્યારે 20 ઑગસ્ટ અને 23 ઑગસ્ટના રોજ બીજી અને ત્રીજી વન-ડે મેચ રમાશે. ત્યારબાદ, 26 ઑગસ્ટ, 29 ઑગસ્ટ અને 31 ઑગસ્ટના રોજ T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. આ દ્વિપક્ષીય સીરિઝ બંને દક્ષિણ એશિયન પડોશીઓ વચ્ચે વધતી જતી ક્રિકેટ પ્રતિદ્વંદ્વિતાને વધુ મજબૂત કરશે.

આ પ્રવાસ ભારતના ઇંગ્લેન્ડના ટેસ્ટ પ્રવાસ અને ઘરેલૂ સત્ર વચ્ચે થશે. ભારત જૂન, જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ઇંગ્લેન્ડ વિરુદ્વ 5 મેચની સીરિઝ રમશે. આ સીરિઝ 4 ઑગસ્ટના રોજ સમાપ્ત થશે. ભારતનું ઘરેલૂ સત્ર ઓક્ટોબર મહિનામાં શરૂ થશે, જ્યારે વેસ્ટ ઈન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમો ભારતના પ્રવાસે આવશે. ભારતનું ઘરેલૂ સત્ર 2 ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડીઝ સામે 2 મેચની ટેસ્ટ સીરિઝથી શરૂ થશે, ત્યારબાદ ભારતીય ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં 2 ટેસ્ટ, 3 વનડે અને 5 T20 મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે.
https://twitter.com/BCCI/status/1912058841610830090?ref_src=twsrc%5Etfw
ભારત 2 ઘરેલૂ સીરિઝ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં 3 વન-ડે અને 5 T20 મેચ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મહિનાની શરૂઆતમાં સીરિઝનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેમાં 19 ઓક્ટોબરથી વન-ડે અને 29 ઓક્ટોબરથી T20 સીરિઝ શરૂ થશે.
ભારત અને બાંગ્લાદેશ સીરિઝ 2025
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વન-ડે સીરિઝનું શેડ્યૂલ
પહેલી વન-ડે- 17 ઑગસ્ટ, રવિવાર- મીરપુર
બીજી વન-ડે- 20 ઑગસ્ટ, બુધવાર- મીરપુર
ત્રીજી વન-ડે- 23 ઑગસ્ટ, શનિવાર - ચટગાંવ.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 સીરિઝનું શેડ્યૂલ
પહેલી T20- 26 ઑગસ્ટ, મંગળવાર- ચટગાંવ
બીજી T20- 29 ઑગસ્ટ, શુક્રવાર- મીરપુર
ત્રીજી T20- 31 ઑગસ્ટ, રવિવાર- મીરપુર.
Related Posts
Top News
રિચ ડેડ પુઅર ડેડના લેખકે જણાવ્યો અમીર બનવાનો નવો ફોર્મ્યૂલા, કહ્યું- મંદીમાં જઈ રહ્યું છે અમેરિકા
Realmeએ લોન્ચ કર્યો 7200mAh બેટરી વાળો શાનદાર 5G ફોન, પણ કિંમત છે અધધધ
'ફોન આવ્યો અને કહ્યું, જલ્દી આવી જાઓ', ઓવૈસીએ જણાવ્યું અમિત શાહ ફોન કરી શું કહ્યું
Opinion
-copy48.jpg)