બે ભાઇઓએ મશરૂમની ખેતી કરી અઢળક કમાણી

PC: jagran.com

લક્ષ્ય નિર્ધારિત હોય અને મન મક્કમ હોય તો લક્ષ્ય ભલે ગમે તેટલું મોટું હોય તેનાથી કોઇ ફરક નથી પડતો. ઉત્તર પ્રદેશના મદનુકી ગામમાં તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. ક્યારેક અહીંના લોકો બેરોજગારીને કારણે ચિંતામાં રહેતા હતા અને ખેડૂતો પાકની નિષ્ફળતા કે ઓછાં પાકને લઈને ચિંતિત રહેતા હતા. એવામાં મદનુકી ગામના ખેડૂતોએ મશરૂમની ખેતી કરવાનો અનેરો માર્ગ અપનાવી દેશના અન્ય ખેડૂતો માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અહીં મહેનતનું ફળ ખેડૂતોને મળ્યું છે. તેને જોઇને અન્ય ખેડૂતોએ પણ મશરૂમની ખેતી કરવાનું નક્કી કર્યું અને તેને કારણે સરહાનપુર આખા પ્રદેશમાં મશરૂમનું સર્વાધિક ઉત્પાદન કરનારો જિલ્લો બની ગયો છે. સહરાનપુર જિલ્લામાં મશરૂમના ઉત્પાદનના 500થી વધુ એકમો છે, જેમાં હજારો લોકોને રોજગારી મળી રહી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રભારી અને મશરૂમની ખેતીના વિશેષજ્ઞ ડૉ. આઇ. કે કુશવાહની પ્રેરણાથી મદનુકી ગામના ખેડૂત સત્યવીર સિંહે 2009માં કુલ 30 ક્વિન્ટલ ખાતર સાથે મશરૂમની ખેતી શરૂ કરી હતી. તેના માટે તેણે તાલીમ પણ લીધી હતી. હવે તેઓ હજારો બેગોમાં મશરૂમ ઉગાડે છે.

મદનુકીના નિવાસી બે ભાઇ જયવીર અને સતવીરે ચાર પોલી પૈક ચારસો-ચારસો ચોરસ ફૂટમાં મશરૂમ તૈયાર કર્યા હતા. તેમાં લગભગ 500 ક્વિટલ કંપોસ્ટ ખાતર નાંખીને તેઓ મશરૂમની ખેતી કરી રહ્યા છે. સતવીર કહે છે કે, આ પાકને વર્ષમાં બે-ત્રણવાર લઇ શકાય છે. હરિયાણા કૃષિ વિભાગમાંથી રિટાયર્ડ થયા પછી હરપાલ દરરોજ 50 ક્વિન્ટલ બટન મશરૂમનું ઉત્પાદન કરી રહ્યો છે. માત્ર મદનુકીમાં જ સતવીર, કુલવીર, ચરણ સિંહ, મહિપાલ, યશપાલ સહિત 20થી વધારે ખેડૂતો મશરૂમની ખેતી કરી રહ્યા છે. તેમનાથી પ્રેરિત થઇને ખટકેડી ગામના ખેડૂત અમરીશ કુમારે 600 બેગની મશરૂમની ખેતી કરી છે અને ત્રણ-ચાર મહિનામાં જ દોઢ-બે લાખની કમાણી કરી છે. આ જોઈને 30 અન્ય ગામના ખેડૂતો પણ મશરૂમની ખેતી કરવા લાગ્યા છે. સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં બિજનોર, શાહપુર, શામલી સાથે-સાથે રાજસ્થાન અને ઉત્તરાખંડના ખેડૂતો પણ મશરૂમની ખેતી કરવા તાલીમ લઇ રહ્યા છે.

ખેડૂતોની મહેનતના કારણે સહારાનપુરના જનપદમાં એક વર્ષમાં 400 ટન સુધી ઉત્પાદન થઇ ચુક્યું છે. આ ઉત્તર પ્રદેશમાં ઉત્પાદનનો સર્વાધિક રેકોર્ડ છે.  

મદનુકી ગામના ગ્રામજનોએ મશરૂમ ઉત્પાદનમાં આ રેકોર્ડ કાયમ કરીને બીજા ખેડૂતોને પણ મશરૂમની ખેતીનો માર્ગ બતાવ્યો છે. હવે આ જિલ્લામાં ઘણાં ગામો મશરૂમનું ઉત્પાદન કરી રહ્યા છે. ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે મશરૂમની ખેતી કરવા માટે તાલીમ પણ આપવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp