પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી પત્રકારત્વમાં ચંદ્રકાંત બક્ષી એ કોઈ નામ નથી, પરંતુ એક ઘટના છે. એટલે બક્ષી બાબુ કોઈ પરિચયના મોહતાજ નથી. આપણી ભાષાના આલાદરજ્જાના આ સર્જક સદેહે ભલે આપણી વચ્ચે હાજર નહીં હોય, પરંતુ તેમણે લખેલો એક એક શબ્દ અમરત્વ પામી ચૂક્યો છે. બક્ષીબાબુએ લખેલા લેખો કે તેમની વાર્તાઓ બિયોન્ડ ધ ટાઈમ છે. તેમના શબ્દો હંમેશાં સાંપ્રત રહે છે. એટલે જ અમે અહીં ‘બક્ષીત્વ’ નામનો ખાસ વિભાગ શરૂ કર્યો છે. આ વિભાગમાં અમે ચંદ્રકાંત બક્ષીના સદાબહાર લેખોને ફરીથી પ્રકાશિત કરીશું, જેથી આજની પેઢીને પણ બક્ષીબાબુના લખાણોનો લાભ મળે. આ વિભાગમાં સૌથી પહેલા અમે ‘મહાજાતિ ગુજરાતી’ના લેખો પ્રકાશિત કરી રહ્યા છે. ‘khabarchhe.com’ પર ‘બક્ષીત્વ’ વિભાગ શરૂ થાય એ માટે સુજ્ઞ શ્રી રિવા બક્ષીએ અમને ઘણો સહકાર આપ્યો છે. આ માટે ‘khabarchhe.com’ તેમનો આભાર પ્રકટ કરે છે.

ચંદ્રકાંત બક્ષી

View Profile