પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર
આજની સ્ત્રીએ ઘર અને કરિયર વચ્ચે સંતુલન કરવા માટે રોજિંદા જીવનમાં અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. તો બીજી તરફ કેટલાક સામાજિક પ્રશ્નો પણ તેની સામે ઊભા હોય છે. આવા પ્રશ્નોની સામે બાથ ભીડતા ભીડતા કેટલીક વખત આજની નારી નાસિપાસ થઈ જતી હોય છે. પણ આ કૉલમમાં સ્ત્રીઓના આવા પ્રશ્નોની ઊંડી છણાવટ કરવામાં આવશે અને સાથે જ તેમના રોજિંદા પડકારો સામે ઝઝૂમવાનો રસ્તો પણ આપવામાં આવશે. અલબત્ત જરા જુદા અંદાજમાં!