પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર
સુખની પરિભાષા શું ? દુખની વ્યાખ્યા શું ? સુખ અને દુખ સિક્કાની બે બાજુ જેવા છે. સુખ-દુખ અથવા આનંદ-વ્યથા જેવી અનુભૂતિઓ માણસ-માણસમાં ફરક નથી જોતી. દુનિયામાં આજ સુધી એવો એક પણ માણસ નથી જન્મ્યો, જે આ બે અનુભૂતિઓથી પર રહી શક્યો હોય. માણસ જન્મે ત્યારથી લઈ મરે ત્યાં સુધી તેના જીવનમાં અનેક એવા પડાવો આવતા હોય છે, જ્યારે માણસ આનંદ-પીડા કે સુખ-દુખની લાગણી અનુભવતો હોય છે. ‘મારું સુખ-દુખ’ નામના આ વિભાગમાં અમે વિવિધ ક્ષેત્રની નામી વ્યક્તિઓને સુખ-દુખ કે આનંદ-પીડા વિશે કેટલાક પ્રશ્નો કર્યા છે. અને તેમની પાસે એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે ખરેખર સુખ કોને કહેવાય? દુખ કોને કહેવાય ? કઈ પરિસ્થિતિમાં તેમને આનંદ કે પીડા થાય છે? તો ચાલો જાણીએ કે વ્યક્તિગત સુખ-દુખ વિશે શું કહે છે આ જાણીતી હસ્તીઓ.