પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર
છેલ્લે તમે પત્ર ક્યારે લખ્યો હતો? લખ્યો હતો ખરો? કોઈની ય સાથે લાગણીની લેખિત આપ-લે "ઇ-મેલ / E-MAIL" ને બદલે કાગળ, પોસ્ટકાર્ડ કે ઈનલેન્ડ લેટર્સ કે એરમેઈલથી ક્યારે કરી હતી? જોકે આ પત્રશ્રેણી પત્ર લેખનની ભૂલાયેલી વિરાસત કે કળાને નવપલ્લવિત કરવાનાં હેતુથી લખાઈ છે એવું રખે માનતા. આ શ્રેણી બે જુદાં જુદાં વાતાવરણમાં ઉછરેલાં અને રહેતાં મિત્રો- સપ્તક અને અંતરા- ના મનનો અરીસો છે. બે વિજાતીય વ્યક્તિઓની નિર્ભેળ મૈત્રી સંભવી શકે કે નહીં એ પ્રશ્ન અહીં અસ્થાને છે. જેના સ્મરણથી પણ ઉદ્વિગ્ન મનને જરા રાહત મળે એવાં સમજદાર મિત્રો મેળવવા માટે વ્રત કે ઉપવાસ નહીં પણ ખુલ્લું મન હોય એટલું પૂરતું છે. આ શ્રેણીમાં લાગણીના વ્યાપનું કોઈ માપ નથી. છે તો માત્ર જગતભરની જાણીતી અજાણી વાતો... વાતો... અને વાતો... એમાં ગૃહસ્થી યે ખરી ને અલગારી રખડપટ્ટી પણ ખરી.. રસોઈ પણ આવી જાય ને રાજકારણની ઝલક પણ... કળા પણ હોઈ શકે ને કમ્પ્યુટર પણ હોઈ શકે... ટૂંકમાં, એનીથિંગ અન્ડર ધ સ્કાય કેન બી ધ ટોપિક. તો તૈયાર છો ને? પત્રમૈત્રી માટે?