RBIની જાહેરાત બાદ શેર માર્કેટ ધડામ, સેન્સેક્સમાં 500 પોઈન્ટ્સનું ગાબડું

PC: livemint.com

RBIએ MPC બેઠકના પરિણામોની જાહેરાત કરી દીધી છે અને આ વખતના નીતિગત દરોમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી અને તે 6.5 ટકા પર સ્થિર છે. સામાન્ય લોકોની જેમ જ ભારતીય શેર બજારની નજરો પણ ગવર્નર શક્તિકાન્ત દાસ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પર ટકેલી હતા, પરંતુ જેવો જ તેમણે રેપો રેટમાં કોઈ પણ પ્રકારના બદલાવનો ઇનકાર કર્યો, તો બજાર શરૂઆતી તેજીથી લપસી ગયો. સેન્સેક્સ અને નિફ્ટીએ લીલા નિશાન પર શરૂઆત કરી હતી.

અઠવાડિયાના ચોથા કારોબારી દિવસ ગુરુવારે શેર બજારના બંને ઇન્ડેક્સ લીલા નિશાન પર ખૂલ્યા હતા. એક તરફ જ્યાં BSE સેન્સેક્સ 209.53 અંક કે 0.29 ટકાના ઉછાળ સાથે 72,361.53 પર ખૂલ્યું હતું અને MPC પરિણામો અગાઉ 300 અંકથી વધુ ચઢી ગયા હતા. જો કે, RBI ગવર્નર દ્વારા બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાહેરાત બાદ તેમાં ઘટાડો આવ્યો અને સમાચાર લખવા સુધી સવારે 11:15 વાગ્યે તે 694.05 અંક તૂટીને 71,457 પર ટ્રેડ કરી રહ્યા હતા.

સેન્સેક્સની જેમ જ NSE નિફ્ટી પણ RBIની જાહેરાત બાદ આચનક લીલાથી લાલ નિશાનમાં પહોંચી ગયા. સ્ટોક માર્કેટની શરૂઆત સાથે નિફ્ટી 60.30 અંક કે 0.27 ટકાના વધારા સાથે 21,990.80 પર ખૂલ્યા હતા, પરંતુ RBIની જાહેરાત બાદ તેમાં ઘટાડો આવ્યો અને સમાચાર લખવા સુધી 192.40 અંક લપસીને 21,738.45 પર કારોબાર કરી રહ્યા હતા. ભલે શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ આ દરમિયાન PSU શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ટેસ્ટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના શેરોએ રોકેટની સ્પીડથી ભાગતા ઓલ ટાઇમ હાઇ લેવલ સ્પર્શી લીધું. સમાચાર લખવા સુધી SBIના શેર 3.78 ટકાના વધારા સાથે 500.80 રૂપિયા પર કારોબાર કરી રહ્યા હતા.

આ અગાઉ શરૂઆતી કારોબારમાં તેણે 5 ટકાથી વધુની છલાંગ લગાવતા 718.90 રૂપિયા હાઇ લેવલ સ્પર્શી લીધું. શેરોમાં આ તેજીના કારણે દેશની સૌથી મોટી સરકારી બેન્કનું માર્કેટ કેપ પણ ઉછળીને 6.25 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. ન માત્ર SBI, પરંતુ અન્ય PSU સ્ટોક્સમાં પણ તેજી જોવા મળી રહી છે. તેમાં સૌથી તેજ ગતિ દેશની સૌથી મોટી કંપની LICના શેર ભાગી રહ્યા છે. સમાચાર લખવા સુધી તેના ભાવ 8.19 ટકાના ઉછાળ સાથે 1130 રૂપિયાના લેવલ પર પહોંચી ગયા હતા.

સાથે જ Power Gird શેર 5 ટકાના ઉછાળા સાથે 280 રૂપિયા પર, જ્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના સ્ટોક 2.75 ટકા ચઢીને 3,030.85 રૂપિયા પર પહોંચી ગયા હતા. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના શેરોમાં પણ તેજી જોવા મળી અને તે 2.41 ટકાના વધારા સાથે 616.55 રૂપિયા પર કારોબાર કરી રહ્યા હતા. ગુરુવારે શરૂઆતી તેજી બાદ લપસેલા શેર બજારમાં જે શેરોએ પોતાના રોકાણકારોને નુકસાન કરાવ્યું, તેમાં પહેલા નંબર પર paytmના શેર રહ્યા. તેની પેરેન્ટ કંપની One97 Communicationના શેર 6.66 ટકા તૂટીને 464 રૂપિયા પર આવી ગયા.

એ સિવાય ઇન્ડિયન ઓવરસીઝ બેન્કના શેર સામેલ છે જે 6.65 ટકાના ઘટીને 74.35 રૂપિયા પર આવી ગયા હતા. તો મુથૂથ ફાઇનાન્સના શેર 3.55 ટકા પડીને 1374 રૂપિયા પર કારોબાર કરી રહ્યા હતા. Britannia Industriesના શેરમાં 3.31 ટકાનો ઘટાડો આવ્યો અને તે 4912 રૂપિયા પર આવી ગયા. તો ITC Ltdનો સ્ટોક 1.90 ટકા લપસીને 423.60 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp