અંબાણીનો આ શેર 99 ટકા સુધી ઘટી ગયો હતો..હવે હંગામો મચાવી કિંમત 200ને પાર કરી ગઈ
અનિલ અંબાણીની માલિકીની કંપનીના શેર છેલ્લા પાંચ દિવસથી તોફાન મચાવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન આ ઈન્ફ્રા સ્ટોકમાં 13 ટકાનો વધારો થયો છે. અમે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેર વિશે વાત કરી રહ્યા છીએ, જે તેના ઉચ્ચ સ્તરેથી 99 ટકા ઘટ્યો હતો, પરંતુ હવે તેમાં વધારો જોવા મળી રહ્યો છે અને મંગળવારે તેની કિંમત 200ની પાર નીકળી ગઈ હતી અને બુધવારે ફરી એકવાર મજબૂત વધારો જોવા મળ્યો હતો.
મંગળવારના દિવસે અનિલ અંબાણીની કંપનીનો શેર બજાર ખુલતાની સાથે જ 200 રૂપિયાને પાર કરી ગયો હતો, અને દિવસના કારોબાર દરમિયાન, તે લગભગ 3 ટકા ઉછળીને રૂ. 205.60ની દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.જોકે, જ્યારે બજાર બંધ થયું ત્યારે તેની ગતિ ધીમી પડી અને અંતે તે રૂ. 200.75ના સ્તરે બંધ થયો. જ્યારે બુધવારે રિલાયન્સ ઇન્ફ્રા શેર મજબૂત વધારા સાથે બંધ રહ્યો હતો.
અગાઉના બંધની તુલનામાં, અનિલ અંબાણીના શેર બુધવારે વધારા સાથે રૂ. 203.45 પર ખૂલ્યા હતા અને ટ્રેડિંગ દરમિયાન તે 3.66 ટકાના વધારા સાથે રૂ. 209 પર પહોંચી ગયા હતા. જોકે, જ્યારે બજાર બંધ થયું ત્યારે તે 2.85 ટકા વધીને 207 રૂપિયા પર બંધ થયું હતું. Reliacne Infraના શેરમાં વધારાને કારણે તેનું માર્કેટ કેપ પણ રૂ. 8,200 કરોડ સુધી પહોંચી ગયું છે. આ ઈન્ફ્રા શેર સતત પાંચ દિવસથી હંગામો મચાવી રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન શેરના ભાવમાં 12.64 ટકાનો વધારો થયો છે.
શેરબજારના નિષ્ણાતો પહેલાથી જ આ સ્ટોક રૂ. 200ને પાર કરી જશે તેવી અપેક્ષા રાખી રહ્યા હતા. જોકે, આ સમયગાળા દરમિયાન ઘટાડો પણ જોવા મળ્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે, આનંદ રાઠીના ટેકનિકલ રિસર્ચ વરિષ્ઠ વિશ્લેષક જીગર S પટેલે મે મહિનામાં કહ્યું હતું કે, અનિલ અંબાણીના રિલાયન્સ ઈન્ફ્રાના શેરનો સપોર્ટ 165 રૂપિયા અને રેઝિસ્ટન્સ રૂપિયા 178 રહેશે. એટલું જ નહીં, તેણે આગાહી કરી હતી કે, જો આ સ્ટોક 178 રૂપિયાના સ્તરને પાર કરવામાં સફળ થાય છે, તો તે 200 રૂપિયાના સ્તરને પણ સ્પર્શ કરી શકે છે. તેમને આ શેરની ટ્રેડિંગ રેન્જ રૂ. 155થી રૂ. 200ની વચ્ચે રહેવાની અપેક્ષા હતી અને હવે રિલાયન્સ ઇન્ફ્રા શેર રૂ. 200ને પાર કરી ગયો છે.
એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની આ કંપનીના શેરમાં 99 ટકાનો ઘટાડો થયા પછી પુનરાગમન થયું છે. જો આપણે તેનો રેકોર્ડ જોઈએ તો 4 જાન્યુઆરી, 2008ના રોજ રિલાયન્સ ઈન્ફ્રાના શેરની કિંમત 2514.35 રૂપિયા હતી, પરંતુ 10 જાન્યુઆરી, 2020ના રોજ તે લગભગ 99 ટકા ઘટીને 24.90 રૂપિયા સુધી પહોંચી ગઈ. આ પછી, તેણે પહેલા ધીમે ધીમે અને પછી ઝડપી ગતિએ પુનરાગમન કર્યું અને હાલમાં 200ને વટાવી દીધું છે.
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં જોરદાર વધઘટ જોવા મળી હોવા છતાં, આ સ્ટોક તેના રોકાણકારો માટે પાંચ વર્ષમાં મલ્ટિબેગર સાબિત થયો છે. અનિલ અંબાણીની આ કંપનીના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોને 5 વર્ષમાં 306.49 ટકાનું જંગી વળતર મળ્યું છે. 2 ઓગસ્ટ, 2019ના રોજ, શેરની કિંમત 50 રૂપિયા હતી. જો આ હિસાબે ગણતરી કરીએ તો, જો કોઈ રોકાણકારે તે સમયે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને તેને અત્યાર સુધી રાખ્યું હોય, તો અત્યાર સુધીમાં તેની રૂ. 1 લાખની રકમ વધીને રૂ. 4 લાખ થઈ ગઈ હશે.
નોંધ: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા, તમે તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp