મુકેશભાઇને એલન મસ્ક સામે શું વાંધો પડ્યો?
એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાય) અને કેન્દ્રીય ટેલીકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર લખીને એલન મસ્ક સામે વાંધો રજૂ કર્યો છે. મુકેશ અંબાણીએ એલન મસ્કની સ્ટારલિંક અને અમેઝોનના કુઇપર બ્રોડબેંડ સ્પેકટ્રમ આપતા પહેલા તેમની પહોંચની સમીક્ષા કરવાનો આગ્રહ કર્યો છે. મુકેશ અંબાણીએ કેન્દ્રીય મંત્રીને હસ્તક્ષેપ કરવાનો અનુરોધ કર્યો છે.
મુકેશ અંબાણીએ સ્પેક્ટ્રમની ફાળવણીની વહીવટી પદ્ધતિ સામે પણ વાંધો ઉઠાવ્યો છે અને માંગ કરી છે કે સ્પેકટ્રમની ફાળવણી ઓક્શન દ્વારા કરવી જોઇએ.
જો કે બીજી તરફ દુનિયાના સૌથી ધનિક અને સ્ટારલિંકના CEO એલન મસ્ક હરાજીનો વિરોધ કરી રહ્યા છે. સેટેલાઇટ સ્પેકટ્રમમાં અત્યારે વ્યક્તિગત કે ઘરેલું ગ્રાહકો માટે કોઇ જોગવાઇ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp