સૌરાષ્ટ્રમાં માતાએ ત્રણ સંતાનોને કૂવામાં ફેંકી પોતે પણ ઝંપલાવ્યું

PC: dainikbhaskar.com

કોરોના વાયરસના ભારતમાં વધતા પ્રકોપને જોતા દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. રાજ્યમાં લોકડાઉનની વચ્ચે અમરેલીના રાજુલામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અમરેલીના રાજુલાના વિસળિયા નેસડી ગામમાં એક માતાએ તેના ત્રણ સંતાનોને કૂવામાં ફેંકી પોતે પણ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી. આ ઘટના અંગે જાણ થતાં પોલીસ ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે. મહિલાએ આપઘાત શા માટે કર્યો તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

અમરેલીના રાજુલા તાલુકાના વિસળિયા નેસડી ગામની સીમની આ ઘટના છે. ગામના સીમ વિસ્તારમાં આવેલા કુવામાં માતાએ પહેલા બે પુત્રોને કુવામાં ફેંક્યા અને પછી પુત્રી સાથે ઝંપલાવી દીધું. અગમ્ય કારણસર માતાએ તેના સંતાનો સાથે પડતુ મૂકી દીધું. ઘટના અંગે જાણ થતાં લોકો આશ્ચર્યમાં છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સામૂહિક આપઘાતનો મામલો થતાં DYSP સહિતના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયરબ્રિગેડના કર્મચારીઓએ ચારેય મૃતદેહોને કુવામાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ શવોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. લોકડાઉન સમયે જ પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા અનેક પ્રકારની ચર્ચાઓ લોકોમાં થઇ રહી છે.

આ ઘટના અંગે જાણ થતાં પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી, ધારાસભ્ય અમરીશ ડેરા પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. મહિલાએ સંતાનો સાથે સામૂહિક આપઘાત શા માટે કર્યો તેની પાછળનું કારણ હજુયે અકબંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp