લાલબાગ ચા રાજાને મળ્યું 5.65 કરોડ રોકડ દાન, આટલા કિલો સોનું

PC: x.com

ગણેશ વિસર્જન પુરુ થયા પછી જ્યારે લાલબાગ ચા રાજા મંડળે લોકોએ ગણેશજીને ભેટ ધરાવેલી રોકડ રકમ અને સોના-ચાંદીની ગણતરી કરી લીધી છે અને ભક્તોએ ભગવાનને 5.65 કરોડ રોકડ, 4.15 કિલો સોનું અને 64.32 કિલો ચાંદી ધરાવી હતી.

હાલના સોનાના ભાવ પ્રમાણે 1 કિલો સોનાની કિંમત લગભગ 76.30 લાખ રૂપિયા થાય છે, મતલબ કે 3.40 કરોડ રૂપિયાનું સોનું ભેટમાં ધરાવાયું. જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 91,700 રૂપિયા છે એટલે 58 લાખ રૂપિયાની ચાંદી ભેટમાં આવી. રોકડ, સોના-ચાંદી સાથે કુલ 9.63 કરોડની રકમ થઇ.

આ પહેલા અનંત અંબાણીએ 20 કિલો સોનાનો 15 કરોડની કિંમતનો મુગુટ ભેટમાં આપ્યો હતો એ અલગ. લાલબાગ ચા રાજા મંડળે શનિવારે 1 કિલો સોનાની ઇંટ હરાજીમાં 75.9 લાખ રૂપિયામાં અને 1 કિલો સોનાનો હાર 74 લાખ રૂપિયામાં વેચી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp