સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ માલદીવમાં આ અભિનેત્રીની દીકરી સાથે વેકેશન માણે છે
TVની જાણીતી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે. ગઈકાલે તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા છે. આ પછી સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાને પણ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે માલદીવમાં વેકેશન એન્જોય કરતો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, આ બંનેની તસવીરો જોયા પછી, ચાહકો તે બંનેને ઘણા પ્રશ્નો પૂછી રહ્યા છે.
હકીકતમાં, છેલ્લા ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે, પલક તિવારી અને ઇબ્રાહિમ ખાન બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે, આ મુદ્દે બંનેમાંથી કોઈએ ખુલીને વાત કરી નથી. ઘણી વખત બંને સ્ટાર્સને ઘણી જગ્યાએ એક સાથે જોવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, એક જ જગ્યાએથી પાડેલી તેમની તસવીરો જોયા પછી, તે બંને વચ્ચે રિલેશનશિપ હોવાની માહિતીને ફેલાવાની હવા મળી ગઈ છે.
હાલમાં જ પલક તિવારીએ પોતાની બિકીની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર સનસની ફેલાવી દીધી હતી. આવી સ્થિતિમાં, પછી ચાહકોએ એ નોંધ્યું કે અભિનેત્રી આ યાત્રા પર એકલી નથી ગઈ, પરંતુ તે તેના રૂમમેટ બોયફ્રેન્ડ ઈબ્રાહિમ અલી ખાન સાથે ગઈ છે. ખરેખર, પલક અને ઈબ્રાહિમ બંનેના ફોટોનું બેકગ્રાઉન્ડ એક જેવું જ છે. આવી સ્થિતિમાં ચાહકોએ આ અંગે પ્રતિક્રિયા પણ આપી છે.
કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે, પલક જ ઈબ્રાહિમનો ફોટો ક્લિક કરી રહી છે. બીજાએ લખ્યું કે, ઈબ્રાહિમ અને પલક ફોટા દ્વારા તેમના સંબંધોની સાબિતી આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, દુનિયાથી છુપાવવું પણ છે અને દુનિયાને જણાવવું પણ છે.
અહીં તમને જણાવી દઈએ કે, પલક તિવારીએ થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં ઈબ્રાહિમ વિશે વાત કરી હતી. તે સમયે અભિનેત્રીએ કહ્યું હતું કે, તે અને હું ઘણા સારા મિત્રો છીએ. અમે ફક્ત જાહેર અથવા સામાજિક મેળાવડામાં જ મળીએ છીએ. જ્યારે, આ પછી અમે બંને સંપર્કમાં પણ નથી રહેતા અને ઇબ્રાહિમ મને મેસેજ પણ નથી કરતો. તે મારો સારો મિત્ર છે અને હું તેની સાથે રહુ છું તો મને સારું લાગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp