ભારતમાં 60-150 રૂ. મળી જશે, કુવૈતમાં 1 લાખ રૂપિયાની વેચાતી દેખાઈ સ્લીપર

PC: thelallantop.com

ભારતમાં ઘણા લોકો ઘરમાં સ્લીપર ચપ્પલ પહેરે છે જે સામાન્ય રીતે બ્લૂ અને સફેદ રંગની હોય છે. 60 રૂપિયાથી 150 રૂપિયામાં બજારમાં મળતી આ ચપ્પલ ખૂબ સાધારણ નજરે પડે છે, પરંતુ હાલમાં જ કુવૈત પહોંચેલા કેટલાક ભારતીયોને એક એવી જ દેખાતી ચપ્પલ શૉરૂમમાં વેચાતી દેખાઈ તો લોકો હેરાન રહી ગયા કે વિદેશોમાં પણ આ ચપ્પલ મળી રહી છે. અહી સુધી તો બરાબર હતું, પરંતુ ચપ્પલની કિંમત જાણીને લોકોના હોશ ઊડી ગયા. કુવૈતના રિટેલર તેને 4500 રિયાલ (લગભગ 1 લાખ રૂપિયા)માં વેંચી રહ્યા હતા.

તેને જોઈને હેરાન થયેલા લોકોએ તેનો વીડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યો, જેમાં તેને સારી રીતે દેખાડવામાં આવી છે. એ હકીકતમાં પૂરી રીતે સ્લીપર ચપ્પલ જ હતી. વીડિયો કેપ્શનમાં લખ્યું હતું કે, આ છે લેટેસ્ટ ફેશન Zanouba જેની કિંમત 4500 રિયાલ (1 લાખ રૂપિયા) છે. શેર કર્યા બાદ ક્લિપ પર ઓનલાઇન જાત જાતના રીએક્શન આવી રહ્યા છે. એક યુઝરે એક યુઝરે તેને પૂંજીવાદ સાથે જોડીને લખ્યું કે, હવે એ અમીરોને કંઇ પણ વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું કે, ‘તો આપણે આખા જીવનમાં બાથરૂમ જવા માટે એક લાખ રૂપિયાની ચપ્પલ પહેરી?’ બીજા એક યુઝરે લખ્યું કે ‘એ તો આપણી ફેમિલી બાથરૂમ સ્લીપર છે. એક યુઝરે કહ્યું કે, ભાઈ ભારતમાં તમને 60 રૂપિયમાં મળી જાય છે. અન્ય એક મજાકમાં લખ્યું કે, ‘મને મારવા માટે મારી માતાની ફેવરિટ ચપ્પલ છે. એક અન્યએ કહ્યું કે, લૂંટ પોતાના ચરમ પર છે. ઉલ્લેખનીય છે કે આ કોઈ પોતાની જાતનો પહેલો મામલો નથી. પહેલા પણ એવા મામલા સામે આવ્યા છે, જ્યાં વિદેશો કે મોટા શૉરૂમમાં સામાન્ય વસ્તુઓને ફેશનના નામે 10 ગણી કિંમત પર વેચવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp