રતન ટાટાની એવી લવ સ્ટોરી હતી જેને કારણે આજીવન કુંવારા રહ્યા

PC: tata.com

દેશના સન્માનીય ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન એમિરેટ્સ રતન ટાટાએ બુધવારે આ દુનિયામાંથી વિદાય લઇ લીધી. રતન ટાટા આજીવન કુંવારા રહ્યા હતા, પરંતુ તેમની લવ સ્ટોરી પણ જાણીતી છે.

બોલિવુડ અભિનેત્રી સીમી ગરેવાલના એક ટોક શોમાં રતન ટાટાએ પોતાની લવ સ્ટોરી વિશે વાત કરી હતી. રતન ટાટા જ્યારે લોસએંજિલસમાં હતા ત્યારે તેમને એક અમેરિકન છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો. ટાટા આ છોકરી સાથે લગ્ન પણ કરવાના હતા. પરંતુ એ દરમિયાન ભારતમાં રતન ટાટાના દાદી બિમાર પડ્યા અને તેમણે ભારત આવવું પડ્યું . એ સમયે 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું એટલે રતન ટાટાના માતા-પિતાએ પ્રેમિકાને ભારત લાવવાની ના પાડી. એ પછી રતન ટાટા અને અમેરિકન છોકરી વચ્ચે સંબંધો તુટી ગયા.

આ સિવાય રતન ટાટાને સીમી ગરેવાલ સાથે પણ પ્રેમ હતો. આ વાત સીમીએ એક ઇન્ટરવ્યૂમાં કરી હતી. તેણીએ કહ્યું હતું કે, હું અને રતન પ્રેમમાં હતા અને લગ્ન કરવાના હતા, પરંતુ કોઇક કારણોસર વાત ન બની.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp