AAPને ગુજરાતમાં મોટો ઝટકો, અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાનું રાજીનામું
આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે.AAP નેતા અને પાટીદાર અનામત આંદોલન સમિતિ(PASS)ના બે મોટા ચહેરાં ગણાતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપી દીધું છે. અલ્પેશ કથિરિયાએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સામાજિક કામોમાં સમય આપવા માટે AAPમાંથી રાજીનામું આપ્યું છે.
અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા વર્ષ 2015માં જ્યારે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારે હાર્દિક પટેલની સાથે બે મોટા ચહેરાં હતા. એ પછી હાર્દિકે કોંગ્રેસ અને એ પછી ભાજપ જોઇન કરી લીધું હતું. ગુજરાત વિધાનસભા 2022 પહેલાં અલ્પેશ અને ધાર્મિક આમ આદમી પાર્ટીમા જોડાયા હતા. AAPએ અલ્પેશને વરાછા અને ધાર્મિકને ઓલપાડથી વિધાનસભાની ટિકિટ આપી હતી, પરંતુ બંને હારી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp