ભારત નહીં પાકિસ્તાન છે.., બેંગ્લોરનો આ વિસ્તાર જોઈને હાઇકોર્ટમાં શું બોલ્યા જજ?

PC: karnatakajudiciary.kar.nic.in

કર્ણાટક હાઇકોર્ટમાં સંપત્તિના માલિક અને ભાડૂત સાથે જોડાયેલા એક કેસની સુનાવણી થઈ રહી હતી. આ દરમિયાન જજ સાહેબે બેંગ્લોરના એક વિસ્તારને પાકિસ્તાન કહી દીધો. એટલું જ નહીં, તેમણે કહ્યું કે, ત્યાં ગમે તેટલા સખત અધિકારી મોકલવામાં આવે, તેમને મારવામાં જ આવશે. જજ સાહેબના નિવેદનનો એક કથિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મામલો 28 ઑગસ્ટનો છે.

કેસની સુનાવણી જસ્ટિસ વી. શ્રીશાનંદ કરી રહ્યા હતા. તેમણે બેંગ્લોરના મુસ્લિમ બહુધા વિસ્તારને પાકિસ્તાન કરાર આપી દીધો. તેમણે કહ્યું કે, મૈસૂર રોડ ફલાઈઓવર પર જાવ. દરેક રિક્ષાવાળા પાસે 10 લોકો છે. બજારમાંથી ગોરીપાલ્યા સુધી મૈસૂર રોડ ફ્લાઇઓવર પાકિસ્તાનમાં છે, ભારતમાં નહીં. આ સત્ય છે. ત્યાં ગમે તેટલા સખત અધિકારીને મોકલી દો, તેને મારવામાં જ આવશે. એ કોઈ ચેનલ પર દેખાડવામાં આવી રહ્યું નથી. રિપોર્ટ્સ મુજબ, કોર્ટમાં રેન્ટ કંટ્રોલ એક્ટના પ્રાવધાનો પર વાત ચાલી રહી હતી. ત્યારબાદ જજ તરફથી આવું નિવેદન આપવામાં આવ્યું અને પછી કેસ ડ્રાઇવરના ઈન્શ્યોરન્સ સુધી પહોંચી ગયો.

જસ્ટિસ શ્રીશાનંદનું કહેવું છે કે લેન વાહનવ્યવહાર જેવા મુદ્દાઓને મોટર વ્હીકલ એક્ટમાં સામેલ કરવા જોઈએ. આ દરમિયાન તેમણે વિદેશમાં પાલન કરતા વાહનવ્યવહાર નિયમોનો પણ ખાસ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, વિદેશમાં અલગ અલગ લેનમાં અલગ સ્પીડ લિમિટ અને સીમાઓ હોય છે. તેમણે 100 કિમી પ્રતિ કલાકવાળા લેનમાં 40 કિમી પ્રતિ કલાકની ગતિથી ચાલવાને લઈને કહ્યું કે, વિદેશમાં પણ પોલીસ તમારી પાસે આવશે અને ટ્રેક બદલવા કહેશે કેમ કે એવું ન કર્યું તો 100 કિમી પ્રતિ કલાકની ગતિવાળું વાહન આવશે અને ટકરાઇ જશે.

આ દરમિયાન તેમણે વાહનવ્યવહાર સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ વાત કરી. તેમણે કહ્યું કે, તમે આજે કોઈ પણ ખાનગી શાળામાં જતા રહો, તો જોશો કે સ્કૂટરો પર 3 કરતા વધુ લોકો છે. પ્રિન્સિપાલ અને વાલીઓ કોઈ એક્શન લઈ રહ્યા નથી. તમે જોશો કે 13-14 વિદ્યાર્થીઓને લઈને ઓટો જાઇ રહ્યા છે. 3 નાના બાળકોના મોતની ઘટના બાદ પણ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ સક્રિય નથી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp