રાજીવ ગાંધીએ કેમ ખોલાવ્યું હતું બાબરી મસ્જિદનું તાળું? પુસ્તકમાં ખોલ્યું રહસ્ય

PC: indiatvnews.com

દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્રી શર્મિષ્ઠા મુખર્જીના આગામી પુસ્તકમાંથી રાજનીતિક ગલિયારામાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. આ પુસ્તકમાં શર્મિષ્ઠાએ ઘણા ખુલાસા કર્યા છે જે ચર્ચામાં આવી ગયા છે. તેમણે પોતાના પુસ્તક 'In Pranab, My Father: A Daughter Remembers'માં દાવો કર્યો છે કે જ્યારે વર્ષ 1992માં બાબરી મસ્જિદનો ઢાંચો પાડવામાં આવ્યો હતો. એ સમયે નરસિમ્હા રાવ દેશના વડાપ્રધાન હતા અને પ્રણવ મુખર્જીએ તેમનો બચાવ કરતા તમામ કોંગ્રેસ નેતાઓને કહ્યું હતું કે આ પ્રધાનમંત્રીની નહીં, પરંતુ બધાની સામૂહિક જવાબદારી છે.

પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રણવ મુખર્જી મુજબ બાબરી મસ્જિદનું ડિમોલિશન આઝાદી બાદ દેશના ઇતિહાસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. શર્મિષ્ઠાએ પુસ્તકમાં દાવો કર્યો છે કે શાહબાનો કેસ પર કાયદો બનાવ્યા બાદ હિન્દુ મધ્યમ વર્ગમાં કોંગ્રેસની છબીને નુકસાન થયું હતું. આ છબીને સારી કરવા માટે જ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ અયોધ્યામાં રામ જન્મભૂમિનું તાળું ખોલ્યું હતું.

પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે પ્રણવ મુખર્જીએ એ સમયે રાજીવ ગાંધી અને અરુણ નેહરુની ભૂમિકા પર પણ સવાલ ઊભા કર્યા હતા. દાવો કરવામાં આવ્યો કે, પ્રણવ મુખર્જી માનતા હતા કે ભારતના સૌથી સારા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ રહ્યા, પરંતુ ઇન્દિરા ગાંધીને તેઓ પોતાના મેન્ટર માનતા હતા અને એમ કહેતા હતા કે તેમનામાં પોતાની અલગ વિશેષતાઓ હતી. પ્રણવ મુખર્જીએ એક વખત વાતચીત એમ પણ કહ્યું હતું કે જો પંડિત નેહરુની જગ્યાએ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હોત તો આજે આખું કાશ્મીર ભારતનું હોત.

શર્મિષ્ઠાએ પોતાના પુસ્તકમાં રાહુલ ગાંધીને લઈને પણ ઘણા દાવા કર્યા છે. તેઓ પુસ્તકમાં એક જગ્યાએ કહે છે કે એક વખત તેમના પ્રણવ દાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી ખૂબ વિનમ્ર અને સવાલોથી ભરપૂર છે, પરંતુ તેમનું માનવું હતું કે રાહુલ ગાંધીએ અત્યારે રાજનીતિક રૂપે પરિપક્વ થવાનું બાકી છે. પુસ્તકમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે 25 માર્ચ 2013ના રોજ એક પ્રવાસ પર પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની ઘણી બાબતે રુચિ છે, પરંતુ તેઓ એક વિષયથી બીજા વિષય પર ખૂબ તેજીથી આગળ વધતા હતા.

શર્મિષ્ઠાએ પોતાના પુસ્તકમાં લખ્યું કે, પ્રણવ મુખર્જીને વર્ષ 2004માં તેમના વડાપ્રધાન બનવાની સંભાવનાઓ બાબતે પૂછ્યું તો તેમણે રહસ્યમય રીતે જવાબ આપ્યો કે, નહીં, તેઓ મને વડાપ્રધાન નહીં બનાવે. વર્ષ 2021માં રાજનીતિક સંન્યાસ લેનારા પૂર્વ કોંગ્રેસ પ્રવક્તા શર્મિષ્ઠાએ પોતાના પુસ્તકમાં પોતાના પિતાના ઉલ્લેખનીય જીવનની એક ઝલક રજૂ કરી છે. શર્મિષ્ઠા એ વાત પર ભાર આપે છે કે પ્રણવ મુખર્જીના મનમાં તેમને વડાપ્રધાન ન પસંદ કરવાને લઈને સોનિયા ગાંધી પ્રત્યે એટલી નારાજગી નહોતી.

સાથે જ મનમોહન સિંહ પ્રત્યે પણ તેમના મનમાં કોઈ શત્રુતા નહોતી. પ્રણવ મુખર્જીએ નાણાં મંત્રીના રૂપમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેમણે વિદેશ, શિક્ષણ, નાણાં અને વાણિજ્ય જેવા પ્રમુખ વિભાગ પણ સંભાળ્યા. વર્ષ 2012 થી વર્ષ 2017 સુધી તેઓ ભારતના 13માં રાષ્ટ્રપતિ પદ પર રહ્યા. કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જીનું 31 ઓગસ્ટ 2020ના રોજ 84 વર્ષની વયે નિધન થઈ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp