તમે જૂનો iPhone પાછો આપીને iPhone 16 ખરીદી શકો છો, મળશે આટલા રૂપિયાનો ફાયદો

PC: zeenews.india.com

તમે જૂનો iPhone Apple ને પરત કરી તેના બદલામાં અમુક રકમ મેળવી શકો છો. આ પૈસા તમે નવો iPhone ખરીદવામાં ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણીએ કે iPhone 13, 14 અને 15 ને પરત આપવાથી Apple તમને કેટલા પૈસા આપશે.

Apple તેનો નવો ફોન iPhone 16 લોન્ચ કરી દીધો છે, જેમાં આ તેનો સૌથી સસ્તો ફોન પણ છે. ઘણા બધા લોકો આ ફોન ખરીદવાનું ઈચ્છે છે. જો તમે પણ આ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે તમારો જૂનો iPhone Apple કંપનીને પરત આપી તેના બદલામાં અમુક રકમ મેળવી શકો છો. જેનો તમે નવો iPhone ખરીદવા માટે ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણીએ કે iPhone 13, iPhone 14 અને iPhone 15ને પરત આપવા પર Apple તમને કેટલા પૈસા આપશે.

શું છે Appleનો TradeinProgramme

જો તમારી પાસે જૂનો iPhone છે તો તમે તેને Appleને પરત આપી શકો છો, જેના બદલામાં Apple તમને અમુક પૈસા આપશે. અને તેટલા પૈસા તમારે નવો iPhone ખરીદતી વખતે ઓછા ખર્ચ કરવા પડશે. Apple ના Trade in Programme નો લાભ તમે ઓનલાઈન અથવા એપલ સ્ટોર પરથી લઇ શકો છો. જો તમારો જૂનો ફોન આ પ્રોગ્રામ માટે એલિજિબલ નથી તો Apple તમને ફ્રીમાં રિસાયકલ પણ કરી આપશે.

Apple iPhone 16 Price

iPhone 16ના બેઝીક મોડલની કિંમતની શરૂઆત Rs.79,900 થી થાય છે. આ ફોન 20 સપ્ટેમ્બરથી વેચાણ માટે બજારમાં મુકાશે. જો તમે તમારો જૂનો iPhone પરત આપીને નવો iPhone લેવા ઈચ્છો છો તો તમે પણ આ કરી શકો છો. તો ચાલો તમને જણાવી દઈએ કે તમારા જુના iPhoneના Apple કંપની કેટલા પૈસા આપશે.

iPhone 15 આપીને iPhone 16 લેશો તો?

iPhone 15 ગયા વર્ષે લોન્ચ થયો હતો જે iPhone સીરિઝનો સૌથી સસ્તો ફોન છે. પહેલા તેની કિંમત Rs.79,900 હતી પણ અત્યારે તેની કિંમત Rs.69,900 થઇ ગઇ છે. એવામાં જો તમે iPhone 15ને Apple કંપનીને પરત આપો છો તો તે તમને 37,900 રૂપિયા મળી શકે છે. જેનો તમે iPhone 16 ખરીદવામાં ઉપયોગ કરી શકો છો. Apple તરફથી તમને કેટલા પૈસા મળશે તે એ વાત પર પણ નિર્ભર છે કે તમારા iPhoneનું સ્ટોરેજ કેટલું છે.

 iPhone 14 આપીને iPhone 16 ખરીદશો તો..?

iPhone 14 ની કિંમત હાલમાં Rs.59,900 છે. જો તમે iPhone 16 ખરીદવા માંગો છો અને તમે તમારો iPhone 14 Appleને પરત આપવા માંગો છો તો તમને Rs.32,100 સુધી મળી શકે છે.

 iPhone 13 આપીને iPhone 16 ખરીદશો તો...?

Apple iPhone 16 લોન્ચ કર્યા બાદ iPhone 13 સીરિઝ બંધ કરી દીધી છે. જો તમારી પાસે iPhone 12 કે iPhone 13 છે તો તમે તેને Apple ને આપી શકો છો. તેના બદલામાં iPhone 12 માટે Rs.20,800 અને iPhone 13 માટે Rs.31,000 સુધી મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp