મેચ હાર્યા બાદ છલકાયું ઇંગ્લિશ કેપ્ટન બેન સ્ટૉક્સનું દર્દ, ટેક્નોલોજી પર...
ભારતીય ટીમે ઇંગ્લિશ ટીમને 5 મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં 106 રનોથી હરાવી દીધી. વાઈજેક (વિશાખાપટ્ટનમ)માં રમાયેલી આ મેચમાં ઇંગ્લિશ ટીમ 399 રનોના ટારગેટનો પીછો કરતા 292 રનો પર સમેટાઇ ગઈ. આ જીત સાથે જ ભારતીય ટીમે ટેસ્ટ સીરિઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે. ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. વાઈજેક ટેસ્ટમાં હાર બાદ ઇંગ્લિશ ટીમના કેપ્ટન બેન સ્ટૉક્સનું દર્દ છલકાઈ પડ્યું. તેણે હાર બાદ ટેક્નોલોજી પર પણ સવાલ ઉઠાવી દીધા. બેન સ્ટોક્સે કહ્યું કે, જેક ક્રાઉલીને DRSની ટેક્નિકમાં ભૂલના કારણે LBW આઉટ થવું પડ્યું. જેક ક્રાઉલી બીજી ઇનિંગમાં 73 રન બનાવીને કુલદીપ યાદવના બૉલ પર LBW આપી દીધો.
જેક ક્રાઉલીને ફિલ્ડ અમ્પાયરે આઉટ આપ્યો નહોતો, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ DRS લીધા બાદ તેને આઉટ આપવામાં આવ્યો. કુલદીપ યાદવનો બૉલ મિડલ સ્ટમ્પ સામે ટપ્પો ખાધા બાદ લેગ સ્ટમ્પ તરફ ટર્ન કરી રહ્યો હતો. DRSમાં બૉલ લેગ સ્ટમ્પ સાથે ટકરાતો નજરે પડ્યો, પરંતુ બેન સ્ટોક્સ તેનાથી સહમત ન દેખાયો. બેન સ્ટોક્સે કહ્યું કે, રમતમાં ટેક્નોલોજીનો ઉપયોગ સ્પષ્ટ રૂપે ઉપલબ્ધ છે.
દરેકને તેના કારણોની સમજ છે એ ક્યારેય પણ 100 ટકા હોતી નથી, એટલે આપણી પાસે અમ્પાયર્સ કોલ છે. મને લાગે છે કે અવસર પર ટેક્નોલોજીએ ખોટું પરિણામ આપ્યું. એ મારો અંગત વિચાર છે હું જો પરંતુ અને કદાચથી ભરેલી રમતમાં એમ નહીં કહું કે એ અમારી હારનું કારણ હતું. હું માત્ર એમ કહી રહ્યો છું કે આ અવસર પર ટેક્નોલોજી ખરાબ થઈ ગઈ છે. સ્ટોકસે કહ્યું કે, તમે વાસ્તવમાં એ વસ્તુઓ સાથે ઘણું બધુ નહીં કરી શકીએ જે વીતી ચૂકી છે અને જતી રહી છે.
એક નિર્ણય લઈ લેવામાં આવ્યો છે અને તમે વાસ્તવમાં એ નિર્ણયને પલટી નહીં શકો, જો લેવામાં આવ્યો છે. ટીમના કેટલાક ખેલાડી બીમાર છે. એ ખબર પડી કે સોમવારે બેટિંગ કરનાર બેન ફોક્સ, ઓલી પોપ અને ટોર્મ હાર્ટલે પૂરી રીતે ફિટ નહોતા. કેટલાક ખેલાડી આજે સવારે ઉઠ્યા બાદ સારું અનુભવી રહ્યા નહોતા. જ્યારે બધામાં એક જેવા લક્ષણ હોય તો તમે સમજી જાવ છો કે કંઈક બની રહ્યું છે. અમારા ખેલાડી કદાચ વાયરસથી સંક્રમિત છે. જો કે, આ પરિણામ કે કોઈ પણ વસ્તુ માટે કોઈ બહાનું નથી.
બેન સ્ટોક્સે કહ્યું કે, સોમવારે બેટિંગ માટે ઉતરવા અગાઉ જો રુટ પોતાની આંગળીની ઇજાને લઈને ખૂબ સારું અનુભવી રહ્યો હતો. જો રુટ રવિવારે અંતિમ 2 સેશનમાં મેદાન પર ઉતર્યો નહોતો. ઇંગ્લેન્ડની ટીમ અબુ ધાબીમાં પોતાના પ્રેક્ટિસ સેશન માટે ઉડાણ ભરશે અને રાજકોટમાં ત્રીજી ટેસ્ટ માટે 12 કે 13 ફેબ્રુઆરીએ ભારત ફરશે. ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp