SA વિરુદ્ધ શાનદાર ઇનિંગ રમ્યા છતા મેચ બાદ રિંકુ સિંહે કેમ કહેવું પડ્યું સોરી

PC: indianexpress.com

ભારત અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની બીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં ભારત તરફથી સૌથી વધુ રન રિંકુ સિંહના બેટથી નીકળ્યા. રિંકુ સિંહે પોતાની ઇનિંગના દમ પર ભારતીય ટીમને 180 રનો સુધી પહોંચાડી હતી. 3 મેચોની સીરિઝની બીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં પણ વરસાદે બાધા નાખી અને ડેકવર્થ લુઈસ મેથડથી દક્ષિણ આફ્રિકન ટીમને 15 ઓવરમાં 152 રનોનો ટારગેટ મળ્યો હતો, જેને દક્ષિણ આફ્રિકાએ 13.5 ઓવરમાં જ 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું.

ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર રિંકુ સિંહે પોતાની બેટિંગ દરમિયાન મીડિયા બોક્સનો કાંચ તોડી દીધો હતો. મેચ બાદ રિંકુ સિંહે જણાવ્યું કે, મેચ દરમિયાન કયા પ્રકારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેની મદદ કરી અને કાંચ તોડનાર સિક્સ પર પણ તેણે પોતાના વિચાર રાખ્યા. રિંકુ સિંહે કહ્યું કે, સમજવામાં તેને સામે લાગી રહ્યો હતો અને એક વખત વિકેટ સારી રીતે સમજ્યા બાદ તેણે ખૂલીને બેટિંગ કરી. મેચ બાદ BCCIએ રિંકુ સિંહનો વીડિયો શેર કર્યો છે, જેમાં તેને કહ્યું કે, વિકેટ થોડી મુશ્કેલ હતી.

તેણે કહ્યું કે, એક વખત તેના પર સેટ થયા બાદ મેં પોતાના શોટ્સ લગાવ્યા. સૂર્યકુમાર યાદવ મને એમ કહી રહ્યો હતો કે પેનિક ન કર અને પોતાની નેચરલ ગેમ રમ. એ વાતોનો મને ફાયદો મળ્યો. કાંચ તોડનાર સિક્સ બાબતે રિંકુ સિંહે કહ્યું કે, મને તો એ વાત અત્યારે જ ખબર પડી રહી છે, તેના માટે હું સોરી કહી રહ્યો છું. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતના બંને ઓપનર શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈ ગયા હતા. ભારતે 6 રનની અંદર જ બંને ઓપનર બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી.

ત્યારબાદ તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે મળીને સ્કોર 55 રનો સુધી પહોંચાડ્યો હતો. તિલક વર્મા 29 રન બનાવીને આઉટ થઈ ગયો અને ભારતીય ટીમ ખૂબ દબાવમાં આવી ગઈ. ત્યારબાદ રિંકુ સિંહે કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે મળીને ભારતીય ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી. રિંકુ સિંહે 39 બૉલ પર 68 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો અને આ દરમિયાન તેણે 9 સિક્સ અને 2 છગ્ગા લગાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp