મહિલા ડૉક્ટરે 4 વર્ષના દીકરાને સિઝેરિયન કરતા શિખવાડ્યું, જુઓ Video

PC: totallythebomb.com

માતા પિતાના તેના નાના બાળકોના ભવિષ્યને લઈ હંમેશા ચિતાં સતાવતી રહે કે કે આગળ જઈ તેઓ શું કરશે. એવામાં હાલમાં જ એક મહિલા ડૉક્ટરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે પોતાના 4 વર્ષના દીકરાને સી-સેક્સન ડિલિવરી કરતા શીખવાડી રહી છે. છે ને અજીબ વાત? ભલુ આવુ કઈ રીતે હોઈ શકે. પણ માતા તેના દીકરાને ક્લે ડૉની મદદથી આ પ્રોસીજર શીખવાડી રહી છે. જેથી આગળ ચાલીને જ્યારે તે ઓપરેશન કરવા લાયક થઇ જાય તો તેના હાથ ધ્રૂજે નહીં અને તે સ્થિતિને સંભાળી શકે.

ખેર, મોટેભાગે મા-બાપ એવી અપેક્ષા રાખતા હોય છે કે તેઓ જે પ્રોફેશનમાં કામ કરી રહ્યા છે. આગળ જતા તેમની સંતાનો પણ એ જ પ્રોફેશનને ફોલો કરે. જેમકે, વકીલના સંતાનો વકીલ, ડૉક્ટર એવી ઈચ્છા ધરાવે કે તેની સંતાન પણ આગળ જતા ડૉક્ટરી જ પસંદ કરે. કલાકારના સંતાનો કલાકાર.

આ વાયરલ વીડિયોની વાત કરીએ તો મહિલા ડૉક્ટર ક્લેની મદદથી ગર્ભ બનાવે છે અને તેના દ્વારા તેના દીકરાને સી-સેક્સન કરવાની તાલીમ આપે છે.

ફેસબુક પેજ ઈન્સ્પાયરે જ્યારે આ વીડિયો શેર કર્યો ત્યારથી તે વાયરલ થઇ રહ્યો છે. જેમાં મહિલાએ ક્લેને પેટનો આકાર આપી તેની અંદર એ રીતનું સ્ટફિંગ કર્યું છે કે પેટની અંદરની સ્થિતિને સમજાવી શકાય. મહિલા ક્લેના પેટ પર નિશાન બનાવીને બાળકને તેને કાપવાનું શીખવાડે છે. આ વીડિયો ખૂબ જ રસપ્રદ અને નોખો છે. તમે પણ તેને જોઈ શકો છો.

આ આખી પ્રોસેસમાં બેબીના રૂપમાં એક રમકડુ બહાર આવે છે. જેમાં એક લાંબી વસ્તુ અટેચ છે. બાળકને પ્લેસેન્ટા સમજાવવા માટે મહિલાએ આ રીતે રમકડાને ક્લેમાં સ્ટફ કર્યો હતો. ત્યાર પછી તે બાળકને પ્લેસેન્ટા કાપવાનું પણ શીખવાડે છે. કુલ મળીને રમત રમતમાં આ મહિલા ડૉક્ટર બાળકને ખૂબ જ અગત્યની વાત શીખવાડે છે.

જે બાળકોને સર્જરીમાં રૂચી છે તેમને આ મહિલા ડૉક્ટર તાલીમ આપે છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ યૂઝર @thebreakfasteurનો છે. જેના 2 લાખથી વધારે ફોલોઅર્સ છે. જે પોતાને ડૉક્ટર મોમ તરીકે ઓળખાવે છે. જે તેના સર્જરી લવર બાળક નાની ઉંમરમાં સર્જરી શીખવાડવા માટે ક્લેના બોડી પાર્ટ્સ બનાવે છે અને તેના પર બાળકને સર્જરી કરવાની તાલીમ આપે છે.

વીડિયોમાં મહિલા તેના દીકરાને જણાવે છે, પેટમાં આગળ શું આવે છે. સોશિયલ મીડિયા પર અમુક લોકો મહિલાની આ કોશિશની પ્રશંસા કરી રહ્યા છે. તો અમુક લોકો કહી રહ્યા છે કે આટલી નાની ઉંમરે બાળકને આવું શીખવાડવું જોખમી બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp